For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની સિરીઝ નહીં રમે ?

10:52 AM Jan 07, 2025 IST | Bhumika
જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની સિરીઝ નહીં રમે

ઇજાના કારણે સિરીઝમાંથી બહાર થઇ શકે

Advertisement

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી સિરીઝ 22 જાન્યુઆરીથી શરૂૂ થવાની છે, પરંતુ તે પહેલાં જ ટીમ ઈન્ડિયા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આ સિરીઝમાંથી બહાર થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન બુમરાહને પીઠમાં સમસ્યા થઈ હતી, જેના કારણે તેઓ મેદાન છોડી દેવા માટે મજબૂર થયા હતા. હવે એવી શક્યતા છે કે આ ઈજાના કારણે તેઓ ઈંગ્લેન્ડ સામેની T20 અને ODI સિરીઝમાં નહીં રમે.

ટીમ ઈન્ડિયાનું મુખ્ય ધ્યાન હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર છે, તેથી બુમરાહની ઈજાને ધ્યાનમાં રાખીને તેમને આ સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે.
બુમરાહની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી BCCI દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ જો તેમની ઈજા વધુ ગંભીર હશે તો તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર થઈ શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement