જસપ્રીત બુમરાહ બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન: ગાવસ્કર
કેપ્ટન તરીકેના તમામ ગુણ, તેમની હાજરી ફાયદાકારક
ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. સુનીલ ગાવસ્કરનું માનવું છે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રોહિત શર્મા બાદ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરશે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 ટેસ્ટ મેચોમાં 32 વિકેટ ઝડપી છે.
સુનીલ ગાવસ્કરે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે (બુમરાહ) ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન હોઈ શકે છે. તે જવાબદારીઓની સાથે ટીમની કેપ્ટનશિપ પણ કરે છે, જેની છબી ખુબ જ સારી છે. તેમનામાં કેપ્ટનના ગુણ છે અને તે એવા વ્યક્તિ નથી કે તમારા પર બિનજરૂૂરી રૂૂપથી દબાણ બનાવે. બુમરાહને જોઈને એવું લાગે છે કે તે બીજા પાસેથી એવું જ ઈચ્છે છે જે તેનું કામ છે. તેણે તે કામ કરવું જોઈએ જેના માટે તે રાષ્ટ્રીય ટીમમાં છે પરંતુ તેના માટે કોઈના પર દબાણ નાંખતો નથી. સુનીલ ગાવસ્કરે કહ્યું કે, જસપ્રીત બુમરાહ મિક ઓફ, મિડ ઓન પર ઉભા રહે છે અને ફાસ્ટ બોલરો માટે તેમની હાજરી ફાયદાકારક રહે છે. તે બોલરો પાસેથી પોતાના વિચારો શેર કરવા માટે હંમેશાં તત્પર રહે છે.