લોડ્ર્સ ઇનિંગ્સ અંગે જામસાહેબે જાડેજાને પાઠવ્યા અભિનંદન
જામનગરનું નામ ક્રિકેટમાં રોશન કર્યાનું જણાવ્યું
ક્રિકેટના ઈતિહાસમાં કેટલીક એવી ઈનિંગ છે જે ટીમની હાર અને જીત કરતાં ઘણી ઉપર છે. આવી ઈનિંગ વર્ષો સુધી યાદ રહે છે. Ravindra Jadeja લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર આવી ઈનિંગ રમી છે. સર જાડેજા ઈંગ્લેન્ડની જીત અને ભારતની હાર વચ્ચે ટકી રહ્યો. એક પછી એક બેટ્સમેન જાડેજાને છોડીને પેવેલિયન પરત ફરી રહ્યો છે, પરંતુ તે ક્રીઝ પર મજબૂત રીતે ઉભો રહ્યો. હાફ સેન્ચુરી પૂર્ણ કરીને જાડેજાએ લોર્ડ્સમાં તે સિદ્ધિ મેળવી છે જે છેલ્લા 93 વર્ષમાં કોઈ ભારતીય બેટ્સમેન કરી શક્યો નથી.
આ ઐતિહાસિક ઈનિંગ બાદ જામનગરના જામ સાહેબે ક્રિકેટરને અભિનંદન પાઠવ્યા છે. વિશ્વના નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને જામનગરના જામસાહેબ શત્રુસલીયા સિંહે વિશેષ અભિનંદન પાઠવ્યા છે. રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જામસાહેબે જણાવ્યું કે રવિન્દ્ર જાડેજાએ જામનગરનું ક્રિકેટમાં નામ રોશન કર્યું છે. તેમને વધુમાં કહ્યું કે જામનગરના તમામ ક્રિકેટરો જાડેજાની રમત જોઈને ગૌરવની લાગણી અનુભવે છે.