નાગપુર વન-ડેમાં જયસ્વાલ-રાણાનું ડેબ્યૂ
કોહલીને ઘૂંટણમાં ઇજા હોવાથી બહાર, ભારત ટોસ હારતા ઇંગ્લેન્ડે બેટિંગ લીધી
ભારતીય ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં મોટો ફટકો પડ્યો છે કારણ કે વિરાટ કોહલી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થયો છે. કેપ્ટન રોહિત શર્માએ નાગપુર વનડેમાં ટોસ દરમિયાન તેની પાછળનું કારણ પણ જણાવ્યું. મેચમાં બે મોટા ફેરફાર જોવા મળ્યા. અત્રે જણાવવાનું કે ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડે આજે નાગપુર ખાતે રમાઈ રહી છે. બપોરે 1.30 વાગે મેચ શરૂૂ થઈ હતી.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. પરંતુ 104 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.ટેસ્ટમાં ઓપનિંગ કરીને રનો ખડકી દેનારા યશસ્વી જયસ્વાલ અને કોલકાતા નાઈટરાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપીને ટી20 મેચમાં એન્ટ્રી મેળવનારા હર્ષિત રાણાનું વનડે ડેબ્યુ થયું છે. જ્યારે વિરાટ કોહલી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થયો છે.
ટોસ હાર્યા બાદ જ્યારે રોહિત શર્માને પ્લેઈંગ 11 વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણા ડેબ્યુ કરી રહ્યા છે. દુર્ભાગ્યથી વિરાટ રમી રહ્યો નથી. તેને ગઈ કાલે રાતે ઘૂંટણમાં સમસ્યા હતી. અત્રે જણાવવાનું કે વિરાટ કોહલીએ પોતાના જમણા ઘૂંટણ પર પટ્ટી બાંધી રાખી છે અને ટીમની સાથે અભ્યાસ સત્રમાં સામેલ થવા દરમિયાન સાવધાનીથી ચાલતો જોવા મળી રહ્યો હતો.
રોહિત શર્મા (રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐય્યર, શુભમન ગિલ, કે એલ રાહુલ (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી