જય શાહનો માસ્ટર સ્ટ્રોક, અંડર-19 T-20 મહિલા એશિયા કપની જાહેરાત
યુવા છોકરીઓને મોટા મંચ પર પ્રતિભા દર્શાવવાની તક
બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ આ વર્ષે 1 ડિસેમ્બરથી આઈસીસી અધ્યક્ષનું પદ સંભાળવા જઈ રહ્યા છે. હાલમાં જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના અધ્યક્ષ પણ છે. જય શાહે હવે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. એસીસી એ જય શાહની અધ્યક્ષતામાં મહિલા અંડર-19 ટી20 એશિયા કપની જાહેરાત કરી છે.
એસીસી આ વર્ષે ડિસેમ્બરમાં પ્રથમ મહિલા ટી20 એશિયા કપનું આયોજન કરી શકે છે. કારણ કે, તેના થોડા સમય બાદ અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ રમાવાનો છે, જેનું આયોજન મલેશિયામાં કરવામાં આવશે. આમ તો ટીમોની સંખ્યા અને ટૂર્નામેન્ટના યજમાન વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી,
એક નિવેદન જારી કરતાં જય શાહે કહ્યું કે, એશિયન ક્રિકેટ માટે આ એક ઐતિહાસિક પળ છે. મહિલા અંડર-19 એશિયા કપની શરૂઆત એ એક મોટી સિદ્ધિ છે, જેના દ્વારા યુવા છોકરીઓને મોટા મંચ પર તેમની પ્રતિભા દર્શાવવાની સારી તક મળશે. આ પગલા દ્વારા એશિયામાં મહિલા ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ બનવા જઈ રહ્યું છે.