ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જાડેજાનો ટીમમાં સમાવેશ આશ્ર્ચર્યજનક: બદ્રીનાથ

03:11 PM Feb 06, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

તાજેતરમાં જ ઇંગ્લેન્ડ વનડે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો. અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર સાથે ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજાનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર એસ. બદ્રીનાથે રવિન્દ્ર જાડેજાની પસંદગી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. એસ. બદ્રીનાથે કહ્યું કે મને લાગે છે કે કેટલીક જગ્યાઓ માટે પસંદગી થોડી મુશ્કેલ છે, પરંતુ સાચું કહું તો, રવિન્દ્ર જાડેજાની પસંદગીથી મને આશ્ચર્ય થયું.

મને નહોતું લાગતું કે રવિન્દ્ર જાડેજાની ટીમમાં પસંદગી થશે, કારણ કે તે સ્થાન માટે પસંદગી સરળ નહોતી.

ઉલ્લેખનીય છે કે ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂૂ થઈ રહી છે. તે જ સમયે, રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂૂઆત કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે. આ પછી, ભારતીય ટીમ પાકિસ્તાનના પડકારનો સામનો કરશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 23 ફેબ્રુઆરીએ ટકરાશે. તે જ સમયે, ભારત તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ 2 માર્ચે રમાશે.

 

Tags :
indiaindia newsSportssports news
Advertisement
Advertisement