ICC ટેસ્ટ રેન્કિંગમાં જાડેજાની પાંચ સ્થાનની છલાંગ, ગિલનું સ્થાન ગગડ્યું
આઈસીસીએ ટેસ્ટ ખેલાડીઓની નવી રેન્કિંગ જાહેર કરી છે. ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રુટે ફરી હેરી બ્રુક પાસેથી નંબર 1 ની ખુરશી છીનવી લીધી છે. જો રૂૂટ ફરીથી નંબર-1 ટેસ્ટ બેટ્સમેન બન્યો છે. હાલમાં તેના ખાતામાં 888 રેટિંગ પોઈન્ટ છે. શુભમન ગિલને નબળા પ્રદર્શનને કારણે નુકસાન વેઠવું પડ્યું છે. જો કે રવીન્દ્ર જાડેજાને ફાયદો થયો છે.
ગયા અઠવાડિયે હેરી બ્રુકે રૂૂટને પાછળ છોડી દીધો હતો પરંતુ લોર્ડ્સમાં ખરાબ પ્રદર્શન બાદ તે હવે ત્રીજા સ્થાને સરકી ગયો છે. તેના 862 પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન કેન વિલિયમસન (867) બીજા નંબર પર છે. ચોથા નંબરે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન સ્ટીવ સ્મિથ છે. જમૈકામાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટેસ્ટમાં 48 રન બનાવ્યા બાદ તેઓ એક સ્થાન ઉપર આવ્યા.
રવીન્દ્ર જાડેજાને લોર્ડસ ટેસ્ટ બાદ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. તે 5 સ્થાનની છલાંગ લગાવીને 34માં સ્થાને પહોંચી ગયો છે. કેએલ રાહુલ પણ 5 સ્થાનની છલાંગ લગાવી છે. તેઓ 35માં સ્થાને છે કેપ્ટન શુભમન ગિલ સહિત ત્રણ ભારતીય બેટ્સમેનોને નુકસાન સહન કરવું પડ્યું છે. ગિલ ત્રણ સ્થાન નીચે સરકીને નવમા સ્થાને પહોંચી ગયો છે. તેના 765 પોઈન્ટ છે. ઓપનર યશસ્વી જયસ્વાલ (801) અને વિકેટકીપર ઋષભ પંતે (779) એ એક-એક સ્થાન ગુમાવ્યું. નંબર-1 ટેસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છે. તેના 901 પોઈન્ટ છે. બુમરાહ લોર્ડ્સમાં સાત વિકેટ લીધી હતી. તેણે પહેલી ઇનિંગમાં ઇનિંગ ઓપન કરી હતી. કેપ્ટન પેટ કમિન્સ ત્રીજા અને જોશ હેઝલવુડ ચોથા સ્થાને યથાવત છે. જમૈકામાં હેટ્રિક લેનાર કાંગારૂૂ ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડ ટેસ્ટ બોલરોની યાદીમાં કારકિર્દીના શ્રેષ્ઠ છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક 9 રનમાં 6 વિકેટ લેવા છતાં રેન્કિંગમાં 10મા સ્થાને યથાવત છે.