જ્યારે તમે લાયક હો અને સ્થાન ન મળે તે નિરાશાજનક: ઐયર
T-20 એશિયા કપમાં સ્થાન ન મળ્યા પર શ્રૈયસે મૌન તોડયું
શ્રેયસ ઐયરે ઝ-20 એશિયા કપ માટે જાહેર કરાયેલ ભારતીય ટીમમાં સ્થાન ન મળવા પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે ટીમમાંથી બહાર હોવા અંગે ખુલ્લેઆમ વાત કરી. ભારત-અ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ શ્રેયસે મોટું નિવેદન આપ્યું. ઐયરે કહ્યું કે જ્યારે તમે સ્થાનને લાયક હોવ ત્યારે તે નિરાશાજનક હોય છે.
સિનિયર બેટ્સમેન શ્રેયસ ઐયરે સ્વીકાર્યું કે ટીમમાં સ્થાન ન મળવું નિરાશાજનક છે. પછી તે જાણે છે કે તે ટીમમાં સ્થાનને લાયક હતો.
જોકે, તેણે એમ પણ કહ્યું કે તે પસંદ કરાયેલા ખેલાડીઓને ટેકો આપે છે.
શ્રેયસે શચઘઘ ઇન્ડિયા પોડકાસ્ટ પર કહ્યું, જ્યારે તમે જાણો છો કે તમે ટીમમાં, પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવાને લાયક છો ત્યારે જ નિરાશાજનક લાગે છે. પરંતુ તે જ સમયે, જ્યારે તમે જાણો છો કે કોઈ ટીમ માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે, ત્યારે તમે તેમને ટેકો આપો છો. આખરે, ધ્યેય ટીમની જીત છે. જ્યારે ટીમ જીતી રહી હોય છે, ત્યારે દરેક ખુશ હોય છે. તેમણે આગળ કહ્યું, ભલે તમને તક ન મળે, તમારે ખાતરી કરવી પડશે કે તમે તમારું કામ સંપૂર્ણ નૈતિકતા સાથે કરો.