ઇટાલિયન યાનિક સિનર પ્રથમ વખત વિમ્બલ્ડન ચેમ્પિયન
3 કલાક 44 મિનિટના મેચમાં કાર્લોસ અલ્કારાઝને આપી કરારી હાર
દુનિયાના નંબર-1 ટેનિસ ખેલાડી યાનિક સિનરે ગઇકાલે રાત્રે ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝને હરાવીને પોતાનું પ્રથમ વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું. સેન્ટર કોર્ટમાં 3 કલાક અને 4 મિનિટ સુધી ચાલેલા આ ટાઇટલ મેચમાં ઇટાલિયન ખેલાડી સિનરે સ્પેનના અલ્કારાઝને 4-6, 6-4, 6-4, 6-4 થી હરાવ્યો હતો.
અલ્કારાઝે પ્રથમ સેટ 6-4 થી જીતીને સિનર પર લીડ મેળવી હતી પરંતુ આ પછી સિનરે સતત ત્રણ સેટ જીતીને સ્પેનિશ ખેલાડી સામે ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં પોતાની હારનો બદલો લીધો અને પ્રથમ વખત વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો હતો. અલ્કારાઝ સતત ત્રણ વર્ષ સુધી ગ્રાસ-કોર્ટ મેજર જીતનાર પાંચમો ખેલાડી બનવાનું લક્ષ્ય રાખતો હતો અને તેણે શાનદાર શરૂૂઆત કરી હતી, પરંતુ ટૂંક સમયમાં તેની લય બગડી ગઈ હતી.
આ હાર પહેલા અલ્કારાઝે ઇટાલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને ક્વીન્સ ક્લબ (ઇંજઇઈ) ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીત્યું હતું. સ્પેનિશ ખેલાડીએ વિમ્બલ્ડન સેમિફાઇનલ સુધી પોતાનો વિજય ક્રમ ચાલુ રાખ્યો. ફાઇનલમાં તેને સિનરના હાથે નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. યાનિક સિનર માટે આ વિજય પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે આ પહેલા અલ્કારાઝ સામેની બધી 5 મેચ હારી ગયો હતો. સિનરને અલ્કારાઝ સામે છ મેચમાં તેનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ વિજય મળ્યો હતો.