યુએસ ઓપન 2024નો ખિતાબ જીતતા ઈટાલિયન જૈનિક સિનર
12:53 PM Sep 10, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
અમેરિકન ટેલર ફિટ્ઝનું સ્વપ્ન રોળાયું
વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી જૈનિક સિનરે યુએસ ઓપન 2024નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ સિનર યુએસ ઓપન મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતનાર પ્રથમ ઈટાલિયન ખેલાડી બની ગયો છે.
વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનની ફાઇનલમાં સિનરનો સામનો અમેરિકાના ટેલર ફ્રિટ્ઝ સામે થયો હતો. જૈનિક સિનર અને ટેલર ફ્રિટ્ઝ વચ્ચે યુએસ ઓપન 2024ની ફાઇનલ મેચ 2 કલાકથી વધુ સમય ચાલી હતી અને અંતે ઇટાલીના સિનરે ફાઇનલ મેચ 6-3, 6-4 અને 7-5થી જીતી હતી.
સિનરે રવિવારે ફાઇનલ જીતીને ટેલર ફ્રિટ્ઝની સાથે ફેન્સનું પણ ટાઇટલ જીતવાનું સપનું તોડી દીધું હતું. છેલ્લા 21 વર્ષથી અમેરિકા પોતાના ખેલાડીને આ ખિતાબ જીતતા જોવા માંગતા હતા. છેલ્લી વખત એન્ડી રોડિકે 2003માં અમેરિકા માટે યુએસ ઓપન જીત્યો હતો.
Next Article
Advertisement