IPLની વિજેતા ટીમને 20 કરોડ, રનરઅપને મળશે 13 કરોડ
પંજાબ કિંગ્સે શાનદાર રમત બતાવી અને પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ઈંઙક 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આ હાર સાથે મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝનમાં સફર અહીં જ સમાપ્ત થઈ ગઈ, પરંતુ તેમના શાનદાર પ્રદર્શનને અવગણવામાં આવ્યું નથી. ભલે ટીમ ફાઇનલમાં પહોંચી શકી ન હતી છતાં મુંબઈ ઇન્ડિયન્સને કરોડો રૂૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે.
આઇપીએલ-2025ની ફાઇનલ મેચ સાંજે અમદાવાદમાં રમાશે, જ્યાં કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આઇપીએલની પરંપરા મુજબ ટોપ-4માં સ્થાન મેળવનારી ટીમોને પ્રદર્શનના આધારે ઇનામી રકમ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મુંબઈ ઇન્ડિયન્સને એલિમિનેટર અથવા ક્વોલિફાયર સ્ટેજમાં પહોંચવા બદલ કેટલી ઇનામી રકમ મળી શકે છે. સ્પોર્ટિંગ ન્યૂઝના અહેવાલ મુજબ, આઇપીએલ 2025માં વિજેતા ટીમને 20 કરોડ રૂૂપિયા મળશે. આ ઉપરાંત રનર-અપને ₹ 13 કરોડ અને ક્વોલિફાયરમાં હારનારી ટીમને ₹ 7 કરોડ મળશે. એલિમિનેટર એટલે કે હારનારી ટીમને ₹ 6.5 કરોડ મળશે.આઇપીએલ 2025માં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને વિવિધ શ્રેણીઓમાં ઈનામની રકમ પણ આપવામાં આવશે. દરેક શ્રેણીના વિજેતાને રોકડ પુરસ્કાર પણ મળશે.
અહેવાલો અનુસાર ઓરેન્જ કેપ (સૌથી વધુ રન)ને ₹ 10 લાખ મળશે. આ ઉપરાંત પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ) ધરાવતા ખેલાડીને ₹ 10 લાખ આપવામાં આવશે. ઉભરતા ખેલાડીઓને ₹ 20 લાખ અને મોસ્ટ વેલ્યુએબલ ખેલાડીને ₹ 10 લાખ આપવામાં આવશે.આ ઉપરાંત સુપર સ્ટ્રાઈકરને ₹10 લાખ અને પાવર પ્લેયરને ₹10 લાખ મળશે. ઉપરાંત મહત્તમ છગ્ગા મારનાર ખેલાડીને ₹10 લાખ અને ગેમ ચેન્જર ઓફ ધ સીઝન ખેલાડીને ₹10 લાખ મળશે.