IPL મેગા ઓક્શન, 467.95 કરોડમાં 72 ખેલાડીઓ વેચાયા
રિષભ પંત સૌથી મોંઘો ભારતીય અને જોસ બટલર સૌથી મોંઘો વિદેશી ખેલાડી, આજે 3:30થી ફરી ઓક્શન
આઇપીએલ 2025ની મેગા ઓક્શનનો પ્રથમ દિવસ ખૂબ જ રોમાંચક રહ્યો. ઓક્શનના પ્રથમ દિવસે કુલ 72 ખેલાડીઓ વેચાયા હતા. આ સમયગાળા દરમિયાન તમામ 10 ટીમોએ કુલ 467.95 કરોડ રૂૂપિયાનો ખર્ચ કર્યો હતો. રિષભ પંત સૌથી મોંઘો ભારતીય અને જોસ બટલર સૌથી મોંઘો વિદેશી હતો. પંતને લખનૌએ 27 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો. બટલરને ગુજરાતે રૂૂ. 15.75 કરોડમાં લીધો હતો.
આજે પણ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે ઓક્શન શરૂૂ થશે. આ વખતે ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે. રિષભ પંત આઇપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો વેચનાર ખેલાડી બની ગયો છે. આ સિવાય ઓક્શનમાં ઝડપી બોલરોનું પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમોએ ઝડપી બોલરો પર ઘણા પૈસા ખર્ચ્યા. ઓક્શનમાં ઘણા અનકેપ્ડ ખેલાડીઓ પર પણ પૈસા ખર્ચવામાં આવ્યા હતા.
મેગા ઓક્શનમાં આ ખેલાડીઓ સૌથી વધુ કિંમતે વેચાયા
રિષભ પંત રૂ. 27 કરોડ લખનૌ સુપર જાયન્ટ્સ
શ્રેયસ અય્યર રૂ. 26.75 કરોડ- પંજાબ કિંગ્સ
વેંકટેશ અય્યર રૂ. 23.75 કરોડ- કોલકાતા નાઈટ રાઈડર્સ
યુઝવેન્દ્ર ચહલ રૂ. 18 કરોડ પંજાબ કિંગ્સ
અર્શદીપ સિંહ- રૂ. 18 કરોડ- પંજાબ કિંગ્સ
જોસ બટલર રૂ. 15.75 કરોડ ગુજરાત ટાઈટન્સ
કેએલ રાહુલ- રૂ. 14 કરોડ- દિલ્હી કેપિટલ્સ
ટ્રેન્ટ બોલ્ટ- રૂ. 12.50 કરોડ- મુંબઈ ઈન્ડિયન્સ
જોશ હેઝલવુડ- રૂ. 12.50 કરોડ- આરસીબી
જોફ્રા આર્ચર- રૂ. 12.50 કરોડ- રાજસ્થાન રોયલ્સ
મોહમ્મદ સિરાજ- રૂ. 12.25 કરોડ- ગુજરાત ટાઈટન્સ
મિશેલ સ્ટાર્ક રૂ. 11.75 કરોડ દિલ્હી કેપિટલ્સ
ફિલ સોલ્ટ- રૂ. 11.50 કરોડ- આરસીબી
ઈશાન કિશન રૂ. 11.25 કરોડ સનરાઈઝર્સ હૈદરાબાદ
જીતેશ શર્મા- રૂ. 11 કરોડ- આરસીબી
રવિચંદ્રન અશ્વિન રૂ. 9.75 કરોડ ચેન્નાઈ સુપર કિંગ્સ
નૂર અહેમદ રૂ. 10 કરોડ ચેન્નાઈ સુપર કિંગ્સ
મોહમ્મદ શમી- રૂ. 10 કરોડ- સનરાઈઝર્સ હૈદરાબાદ
લિયામ લિવિંગસ્ટોન રૂ. 8.75 કરોડ- આરસીબી
હર્ષલ પટેલ રૂ. 8 કરોડ સનરાઈઝર્સ હૈદરાબાદ
આવેશ ખાન રૂ. 9.75 કરોડ લખનૌ સુપર જાયન્ટ્સ
ડેવિડ મિલર- રૂ. 7.50 કરોડ- લખનૌ સુપર જાયન્ટ્સ
મોહમ્મદ સિરાજ રૂ. 12.25 કરોડ- ગુજરાત ટાઈટન્સ
કાગીસો રબાડા રૂ. 10.75 કરોડ ગુજરાત ટાઈટન્સ
પ્રસિદ્ધ કૃષ્ણા- રૂ. 9.50 કરોડ- ગુજરાત ટાઈટન્સ
ટીમો પાસે આટલું રહ્યું પર્સ
આરસીબી - 26.10 કરોડ રૂ.
મુંબઈ ઈન્ડિયન્સ - 22.50 કરોડ રૂ.
પંજાબ કિંગ્સ - 22.50 કરોડ રૂ.
ગુજરાત ટાઈટન્સ - 17.50 કરોડ રૂ.
રાજસ્થાન રોયલ્સ - 17.35 કરોડ રૂ.
ચેન્નાઈ સુપર કિંગ્સ - 15.60 કરોડ રૂ.
લખનૌ સુપર જાયન્ટ્સ - 114.85 કરોડ રૂ.
દિલ્હી કેપિટલ્સ - 13.80 કરોડ રૂ.
કોલકાતા નાઈટ રાઈડર્સ - 10.05 કરોડ રૂ.
સનરાઈઝર્સ હૈદરાબાદ - 5.15 કરોડ રૂ.