For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPL 2025, કોલકાતા-લખનઉની મેચ કોલકાતાને બદલે ગુવાહાટીમાં રમાશે

10:43 AM Mar 21, 2025 IST | Bhumika
ipl 2025  કોલકાતા લખનઉની મેચ કોલકાતાને બદલે ગુવાહાટીમાં રમાશે

6 એપ્રિલની મેચનું સુરક્ષાના કારણોસર સ્થળ બદલાયું

Advertisement

Advertisement

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની શરૂૂઆત 22 માર્ચથી થઈ રહી છે. આ 18મી સીઝનની ફાઈનલ મેચ 25 મેનાં રોજ રમાશે. ઓપનિંગ મેચ KKR અને RCB વચ્ચે રમાશે. જો કે તે પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL ના શિડ્યૂલમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 6 એપ્રિલે કોલકાતા અને લખનઉ વચ્ચે મેચ રમાવવાની છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. જો કે હવે આ મેચ સુરક્ષાના કારણોસર શિફ્ટ કરી દેવાઈ છે. હવે આ મેચ કોલકાતાની જગ્યાએ ગુવાહાટીમાં રમાશે.

ગત વખતની જેમ આ સીઝનમાં પણ IPL મા 10 ટીમ ભાગ લઈ રહી છે. આ ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઈનલ સહિત કુલ 74 મેચ રમાશે. આ તમામ મેચ ભારતના જ 13 વેન્યૂ પર રમાશે. આ વખતે આઈપીએલની 62 મેચ સાંજના સમયે જ રમાશે, જ્યારે 12 મેચ બપોરના સમયે થશે. ભારતીય સમયાનુસાર બપોરે 3.30 વાગ્યે આ મેચ શરુ થશે. જ્યારે સાંજની મેચ 7.30 વાગ્યે શરુ થશે.

આ વખતે આઈપીએલમાં કુલ 12 ડબલ હેડર મેચ રમાશે. આ તમામ ડબલ હેડર શનિવાર અને રવિવારે જ રમાશે. આઈપીએલમાં ડબલ હેડરનો અર્થ છે એક જ દિવસમાં બે મેચ રમાશે. ડબલ હેડરના દિવસે ફેન્સને રોમાંચનો ડબલ ડોઝ મળે છે.

IPL 2025ની ઓપનિંગ મેચ આ વખતે શનિવારે 22 માર્ચે રમાશે. એટલે કે ટૂર્નામેન્ટ શરુ થયાને બીજા જ દિવસે પહેલો ડબલ હેડર જોવા મળશે. આ દરમિયાન બપોરે સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર રાજસ્થાન રોયલ્સ સામે થશે. જ્યારે સાંજે ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર જોવા મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement