શનિવારથી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનો થશે પ્રારંભ
02:58 PM Feb 20, 2025 IST | Bhumika
ત્રણ શહેરમાં રમાશે, 6 ટીમો વચ્ચે જંગ
Advertisement
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની પહેલી સીઝન બાવીસમી ફેબ્રુઆરીથી 16 માર્ચ વચ્ચે ભારતનાં ત્રણ શહેરોમાં રમાવાની છે. ટુર્નામેન્ટની 6 ટીમો વચ્ચે 18 મેચ મુંબઈ, વડોદરા અને રાયપુરમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં સચિન તેન્ડુલકર, કુમાર સંગકારા, બ્રાયન લારા, શેન વોટ્સન, જેક કેલિસ અને ઇયોન મોર્ગન જેવા ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર પોતાના દેશની ટીમની કેપ્ટન્સી કરશે.
તેમની હાજરીથી 90ના દાયકાનાં બાળકો માટે જૂની યાદો તાજી થશે અને નવી પેઢી આ સુપરસ્ટાર ક્રિકેટર્સને નજીકથી રમતા જોઈ શકશે. ઇન્ડિયા માસ્ટર્સ ટીમની કેપ્ટન્સી સચિન તેન્ડુલકર કરશે. તેની કેપ્ટન્સીમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના, પઠાણ બ્રધર્સ અને અંબાતી રાયુડુ જેવા ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર્સ પણ રમશે.
Advertisement
Advertisement