For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ભારતની નબળી શરૂઆત, 6/204

10:56 AM Aug 01, 2025 IST | Bhumika
ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ભારતની નબળી શરૂઆત  6 204

શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા સસ્તામાં આઉટ, કરૂણ નાયર 52 રન સાથે મેદાનમાં

Advertisement

પાંચ મેચની સિરીઝમાં 1-2ના સ્કોરથી પાછળ રહેલી ભારતીય ક્રિકેટ ટીમ પાસેથી ગુરુવારે શરૂૂ થયેલી પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં જોરદાર પ્રદર્શનની અપેક્ષા રખાતી હતી પરંતુ અહીંના ઓવલ ખાતે વરસાદના આવનજાવન વચ્ચે ભારતે કંગાળ બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે છ વિકેટે 204 રન કર્યા હતા.

કરુણ નાયર તથા વોશિંગ્ટન સુંદર અનુક્રમે બાવન અને 19 રનના સ્કોર સાથે બેટિંગ કરી રહ્યા હતા. કરુણ નાયર અને વોશિંગ્ટન સુંદરે અંતિમ તબક્કામાં બાજી સુધારીને ટીમ માટે લડાયક બેટિંગ કરી હતી.
અહીંના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂૂ થયેલી ટેસ્ટમાં શુભમન ગિલ સિરીઝની પાંચમી ટેસ્ટમાં પણ ટોસ હાર્યો હતો. ઇંગ્લેન્ડે ટોસ જીતીને વાદળછાયા હવમાનમાં ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતનો પ્રારંભ સારો રહ્યો ન હતો કેમ કે ચોથી ઓવરમાં જ ગસ એટક્ધિસનના બોલને રમવા જતાં ઓપનર યશસ્વી જયસ્વાલ લેગબિફોર થયો હતો. તેનો સાથી ઓપનર કે એલ રાહુલ પણ લાંબું ટકી શક્યો ન હતો અને માત્ર 14 રન કરી શક્યો હતો.

Advertisement

સાઈ સુદર્શને લડાયક બેટિંગ કરી હતી. તેણે અને કેપ્ટન શુભમન ગિલે ટીમનો સ્કોર 83 સુધી પહોંચાડ્યો હતો પરંતુ આ ગાળામાં વરસાદને કારણે રમત અટકી પડી હતી. હકીકતમાં લંચ અને ટી બ્રેક વચ્ચે માત્ર છ ઓવરની રમત શક્ય બની હતી અને આ જ તબક્કામાં કેપ્ટન ગિલ એક બિનજરૂૂરી રન લેવાના પ્રયાસમાં રનઆઉટ થયો હતો.

ગસ એટક્ધિસનના એક બોલને ડિફેન્ડ કરીને ગિલ રન લેવા દોડી ગયો 8તો. તેના આઇપીએલના સાથી ઓપનર સુદર્શને તેને અટકાવ્યો પણ હતો પરંતુ ગિલ વઘુ આગળ પહોંચી ગયો હતો જ્યારે બોલ એટક્ધિસનની નજીક હતો. તેણે સીધો થ્રો કરીને ભારતીય કેપ્ટનને પેવેલિયનમાં મોકલી આપ્યો હતો. ગિલ 35 બોલમાં ચાર ચોગ્ગા સાથે 21 રન કરી શક્યો હતો પરંતુ કમનસીબે ટીમને જરૂૂર હતી ત્યારે જ તે આઉટ થઈ ગયો હતો.
ગિલની વિકેટ પડ્યા બાદ સુદર્શન પણ લાંબું ટક્યો ન હતો. ટી બ્રેક બાદ તે 108 બોલની મેરેથોન ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. તેણે છ ચોગ્ગા સાથે 38 રન ફટકાર્યા હતા. માન્ચેસ્ટરમાં સદી ફટકારીને ભારતને પરાજયમાંથી ઉગારનારો ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા આ ઇનિંગ્સમાં ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યો ન હતો અને નવ રનના અંગત સ્કોરે જોશ ટંગની બોલિંગમાં આઉટ થયો હતો.

ટી બ્રેક બાદ કરુણ નાયર અને ધ્રુવ જુરેલ હિંમતપૂર્વક રમતા હતા પરંતુ 153 રનના કુલ સ્કોરે એટક્ધિસનના બોલે જુરેલ વિકેટ પાછળ ઝડપાઈ ગયો હતો. તેના આગલા બોલે લેગબિફોરની અપીલમાં અમ્પાયર અહેસાન રઝાએ ભારતીય વિકેટકીપરને આઉટ આપ્યો હતો પરંતુ રિવ્યૂમાં જુરેલ બચી ગયો હતો પરંતુ તે તેનો લાભ લઈ શક્યો ન હતો.

ગિલ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બન્યો
શુભમન ગિલે ઓવલ ટેસ્ટના પહેલા દિવસે મેદાનમાં આવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમના કેપ્ટને ઓવલ ટેસ્ટની પહેલી ઇનિંગમાં બે દિગ્ગજ બેટ્સમેનોના રેકોર્ડ તોડી નાંખ્યા છે. જેમાં પહેલું નામ ગેરી સોબર્સ અને બીજું નામ સુનીલ ગાવસ્કરનું છે. શુભમન ગિલે બેટિંગ કરતા બે રન બનાવતા ગેરી સોબર્સનો અને 11 રન બનાવી સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો છે. ઓવેલ ટેસ્ટના પહેલા દિવસે જ શુભમન ગિલે 11 રન બનાવતાની સાથે જ તે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો. સુનીલ ગાવસ્કરે 1948-49માં વેસ્ટ ઇન્ડીઝ સામે 732 રન બનાવ્યા હતા. સાથે જ જઊગઅ દેશોમાં એક જ સિરિઝમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન પણ બનવાનો યશ પણ મેળવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement