તાઈવાન ઓપન એથ્લેટિક્સમાં ભારતનો ડંકો, 12 ગોલ્ડ સહિત 16 મેડલ જીત્યા
ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે ઐતિહાસિક સફળતા મેળવી
ચાઇનીઝ તાઇપેઈ ખાતે તાઇવાન ઓપન ઍથ્લેટિક્સ-2025 નામની સ્પર્ધામાં ભારતે 12 ગોલ્ડ મેડલ સહિત કુલ 16 મેડલ જીતીને સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું. આ ઐતિહાસિક સફળતામાં ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પણ સામેલ હતા. બે દિવસની આ સ્પર્ધામાં શનિવારના પ્રથમ દિવસે ભારતીય ઍથ્લીટોએ છ ગોલ્ડ અને રવિવારના છેલ્લા દિવસે વધુ છ ગોલ્ડ મેડલ જીતી લીધા હતા.
રોહિત યાદવ ભાલાફેંકની હરીફાઈમાં ભાલો 74.42 મીટર દૂર ફેંકીને ગોલ્ડ જીત્યો હતો. રવિવારના ભારતના બીજા પાંચ ગોલ્ડ મેડલ વિજેતાઓ આ મુજબ હતા: વિથ્યા રામરાજ (400 મીટર હર્ડલ્સ રેસ, 56.53 સેક્ધડ), પૂજા (800 મીટર દોડ, બે મિનિટ અને 02.79 સેક્ધડ), ક્રિશન કુમાર (800 મીટર દોડ, 1 મિનિટ અને 48.46 સેક્ધડ), અન્નુ રાની (ભાલાફેંક, 56.82 મીટર), સંતોષ, વિશાલ, ધરમવીર, મનુ ટીએસ (4 બાય 400 રિલે દોડ, 3 મિનિટ અને 05.58 સેક્ધડ).
શનિવારે ભારતે જે છ ગોલ્ડ મેડલ જીતી લીધા હતા એમાં એશિયન ચેમ્પિયન જ્યોતિ યારાજી (મહિલાઓની 100 મીટર હર્ડલ્સ રેસ)ની સફળતા સૌથી આકર્ષક હતી. તેણે આ રેસ 12.99 સેક્ધડમાં પૂરી કરી હતી અને જાપાનની બે રનર્સને પાછળ રાખીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. બન્ને જાપાનીઝ રનરે દોડ અનુક્રમે 13.04 સેક્ધડ અને 13.10 સેક્ધડમાં પૂરી કરી હતી.
જ્યોતિ યારાજી હજી નવ દિવસ પહેલાં દક્ષિણ કોરિયાની એશિયન ચેમ્પિયનશિપમાં 100 મીટર હર્ડલ્સ દોડ 12.96 સેક્ન્ડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીતી હતી. જોકે બન્ને વખત તે પોતાનો નેશનલ રેકોર્ડ (12.78 સેક્ન્ડ) ન તોડી શકી