For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું મેડલ જીતવાનું સપનું ચકનાચૂર: નીરજ ચોપરાની હાર, સચિન યાદવ 40 સેન્ટિમીટરથી મેડલ ચૂકી ગયો

06:47 PM Sep 18, 2025 IST | Bhumika
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું મેડલ જીતવાનું સપનું ચકનાચૂર   નીરજ ચોપરાની હાર  સચિન યાદવ 40 સેન્ટિમીટરથી મેડલ ચૂકી ગયો

Advertisement

ટોક્યોમાં ચાલી રહેલા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેન જૈવલિન થ્રો ફાઇનલમાં નીરજ ચોપરા ખાસ પ્રદર્શન નર્ગી કરી શક્યો. નીરજ ચોપરા મેડલની દોડમાંથી બહાર થઈ ગયા છે. નીરજ આઠમાં સ્થાન પર રહ્યો છે. તેનો બેસ્ટ થ્રો 84.03 મીટર (બીજા પ્રયાસ) રહ્યો. નીરજ સિવાય ભારતના સચિન યાદવે પણ ભાગ લીધો હતો. સચિને સારું પ્રદર્શન કર્યું અને ચોથા નંબર પર રહ્યો. સચિનનો બેસ્ટ થ્રો 86.27 મીટર રહ્યો, જે તેમનું પર્સનલ બેસ્ટ પણ છે. ત્રિનિદાદ એન્ડ ટોબૈગોના કેશોર્ન વોલ્કોટ (88.16 મીટર)એ ગોલ્ડ મેડલ જીત્યો છે. પાકિસ્તાની અરશદ નદીમ દસમાં સ્થાન પર રહ્યો. પાકિસ્તાની ભાલા ફેંકનાર અરશદ નદીમ દસમા સ્થાને રહ્યો.

નીરજ ચોપરાનો પહેલો પ્રયાસ 83.65 મીટર રહ્યો અને બીજો પ્રયાસ 84.03 મીટર રહ્યો, જ્યારે ત્રીજો અટેમ્પ્ટ ફાઉલ અને પાંચમો અટેમ્પ્ટ ફાઉલ રહ્યો. નીરચનો ચોથો અટેમ્પ્ટ 82.86 મીટર રહ્યો.

Advertisement

અરશદ નદીમનો પહેલો થ્રો 83.73 મીટરનો રહ્યો. જ્યારે બીજો પ્રયાસ તેમનો ફાઉલ રહ્યો. અરશદનો ત્રીજો પ્રયાસ 82.75 મીટર રહ્યો, જ્યારે પાકિસ્તાની એથ્લેટનો ચોથો પ્રયાસ ફાઉલ રહ્યો.

ભારતના જ સચિન યાદવે પહેલો થ્રો 86.27 મીટરનો કર્યો, જ્યારે બીજો અટેમ્પ્ટ ફાઉલ રહ્યો, જ્યારે ત્રીજો પ્રયાસ 85.71 મીટરનો હતો. સચિનનો ચોથો પ્રયાસ 84.90 મીટરનો રહ્યો, જ્યારે છેલ્લા બે પ્રયાસ ક્રમશ: 85.96 મીટર અને 80.95 મીટર રહ્યા.

ત્રીજા પ્રયાસ બાદ બે એથલીટ્સ એલિમિનેટ થયા. જ્યારે ચોથા પ્રયાસબાદ વધુ બે એથલેટ્સને એલિમિનેટ થવું પડ્યું. ચોથા પ્રયાસ બાદ અરશદ નદીમ એલિમિનેટર થયા. જ્યારે પાંચમાં પ્રયાસ બાદ નીરજ ચોપરાને પણ એલિમિનેટ થવું પડ્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement