For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રીલંકા સીરીઝ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કેપ્ટન

11:00 AM Dec 10, 2025 IST | Bhumika
શ્રીલંકા સીરીઝ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત  હરમનપ્રીત કેપ્ટન

શ્રીલંકાની મહિલા ટીમ ડિસેમ્બરમાં પાંચ મેચની T20 શ્રેણી માટે ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસની પહેલી મેચ 21 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. આ શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે. ODI વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય મહિલા ટીમ મેદાન પર પહેલી વાર મેચ રમશે. આ શ્રેણી માટે હરમનપ્રીત કૌરને કેપ્ટન અને સ્મૃતિ મંધાનાને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતની અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલી જી. કમલિની અને વૈષ્ણવી શર્માને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવી છે. જેમીમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, હરલીન દેઓલ અને અમનજોત કૌર પણ આ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાના ટીમનો ભાગ છે.

Advertisement

શ્રીલંકા શ્રેણી માટે ભારતીય મહિલા ટીમમા હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, હરલીન દેઓલ, અમનજોત કૌર, અરુંધતિ રેડ્ડી, ક્રાંતિ ગૌડ, રેણુકા સિંહ ઠાકુર, ઋચા ઘોષ (વિકેટકિપર), જી કમલિની (વિકેટકિપર), શ્રી ચરણી,વૈષ્ણવી શર્માનો સમાવેશ થાય છે

IND-W vs SL-W: T20 શ્રેણી માટેનું સમયપત્રક
પ્રથમ T20: 21 ડિસેમ્બર: વિશાખાપટ્ટનમ
બીજી T20: 23 ડિસેમ્બર: વિશાખાપટ્ટનમ
ત્રીજી T20: 26 ડિસેમ્બર: તિરુવનંતપુરમ
ચોથી T20: 28 ડિસેમ્બર: તિરુવનંતપુરમ
પાંચમી T20: 30 ડિસેમ્બર: તિરુવનંતપુરમ

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement