ભારતીય ક્રિકેટરોએ એક જ દિવસમાં બે ઓસ્ટ્રેલિયન ટીમને આપી હાર
આ વર્ષની શરૂૂઆતમાં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ-સિરીઝ 1-3થી હારીને ઑસ્ટ્રેલિયાથી પાછી આવી હતી, પરંતુ શુક્રવારનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો સામે શુકનિયાળ સાબિત થયો છે, કારણકે આ દિવસે ભારતીય ક્રિકેટરોએ ઑસ્ટ્રેલિયાની બે ટીમને પરાસ્ત કરી.
બ્રિસ્બેનમાં ભારતની અન્ડર-19 ટીમે ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમને સતત ત્રીજી વન-ડેમાં હરાવીને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી હતી અને બીજી બાજુ લખનૌમાં ઇન્ડિયા એથનો ઑસ્ટ્રેલિયા એથ સામેની બિનસત્તાવાર ટેસ્ટમાં 413 રનના રેકોર્ડ-ચેઝ સાથે વિજય થયો અને આ સિરીઝ ભારતે 1-0થી જીતી લીધી. લખનઊમાં ધ્રુવ જુરેલના સુકાનમાં ઇન્ડિયા એથ ટીમે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. ઑસ્ટ્રેલિયા એથ ટીમે પ્રથમ દાવમાં 420 રન કર્યા ત્યાર બાદ ઇન્ડિયા એથ ટીમે 194 રન બનાવતાં પ્રવાસી ટીમને 226 રનની સરસાઈ મળી હતી. સાઇ સુદર્શને એ પ્રથમ દાવમાં 75 રન કર્યા હતા.