ભારત એક જ મેદાન પર રમવાના કારણે જીતે છે
ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ વર્તમાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહ્યા છે. આ યાદીમાં ઈજાગ્રસ્ત કેપ્ટન પેટ કમિન્સનું પણ નામ સામેલ છે, આ વચ્ચે ટુર્નામેન્ટને સંબંધિત તેનું એક નિવેદન સામે આવ્યું છે. કમિન્સનું માનવું છે કે, ભારતને દુબઈમાં એક જ જગ્યાએ રમવાથી ફાયદો થઈ રહ્યો છે. જ્યારે અન્ય ટીમોને હાઇબ્રિડ મોડેલ અનુસાર રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ગ્રુપ તબક્કાની પોતાની મેચ પાકિસ્તાનના અલગ અલગ જગ્યાઓએ રમવી પડી રહી છે.
કમિન્સે યાહૂ ઓસ્ટ્રેલિયાને કહ્યું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તે સારી બાબત છે. પરંતુ તેનાથી તેને (ભારતને) એક જ મેદાન પર રમવાનો ફાયદો મળી રહ્યો છે. તેની ટીમ પહેલાથી જ ઘણી મજબૂત છે, અને તેને પોતાની તમામ મેચ એક જ જગ્યાએ રમવાનો સ્પષ્ટ ફાયદો મળી રહ્યો છે.
ભારતે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે સરળતાથી જીત નોંધાવી સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ સ્ટીવ સ્મિથ કરી રહ્યો છે. તે પોતાના ત્રણ ઘાતક બોલર (કમિન્સ, સ્ટાર્ક અને હેઝલવુડ) વગર જ ભાગ લઈ રહી છે, તેઓએ પહેલી મેચમાં ઇંગ્લેન્ડ પર જીત મેળવી હતી.