ભારત-દ.આફ્રિકા ટી20 શ્રેણીનો સાંજથી પ્રારંભ
બુમરાહ, શુભમન ગીલ, તિલક વર્માની વાપસીથી ટીમ ઈન્ડિયા મજબૂત, સ્ટેડિયમ અનેક ખામીઓથી ભરપૂર
ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની T20 શ્રેણી શરૂૂ કરવા માટે તૈયાર છે. પહેલી મેચ 9 ડિસેમ્બરે સાંજે 7:00 વાગ્યે કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે. T20 વર્લ્ડ કપની તૈયારી તરીકે બંને ટીમો માટે આ શ્રેણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, દક્ષિણ આફ્રિકા ભારતીય પરિસ્થિતિઓમાં અનુભવને પ્રાથમિકતા આપી રહ્યું છે. દરમિયાન, ટીમ ઇન્ડિયા તેનું મજબૂત ફોર્મ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે. શુભમન ગિલ અભિષેક શર્મા સાથે ઇનિંગની શરૂૂઆત કરે તેવી શક્યતા છે. તિલક વર્માનું પણ રમવું લગભગ નક્કી છે. જીતેશ શર્મા વિકેટકીપિંગ અને બેટિંગમાં યોગદાન આપી શકે છે. ઈજામાંથી વાપસી કરી રહેલા હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે સંતુલન લાવશે. અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સ્પિન વિભાગ સંભાળી શકે છે. વરુણ ચક્રવર્તી પણ પ્લેઇંગ ઇલેવનમાં હોઈ શકે છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહની જોડી પહેલી પસંદગી હોઈ શકે છે.
સ્વભાવિક રીતેજ ટીમ ઇન્ડિયામાં બુમરાનુ આગમન થતા ટીમ વધુ મજબૂત બની છે ઉપરાંત બધાની નજર ફરી એક વખત અભિષેક શર્મા ઉપર રહેશે કે જેને ઓપનિંગ બેટ્સમેન તરીકે નવા નવા ઇતિહાસ રચ્યા છે. સાઉથ આફ્રિકાની ટીમને પણ નબળીનો આપી શકાય જે રીતે સાઉથ આફ્રિકાથી ટીમને ટેસ્ટ શ્રેણી જીતી છે અને વન-ડેમાં પણ શાનદાર દેખાવ કર્યો છે તે જોતા T20 ફોર મેચમાં પણ સાઉથ આફ્રિકા મેદાન મારી શકે છે તેમની પાસે ખેલાડીઓ અને અનુભવી બોલરો પણ છે.
ઓડિશાનું બારાબતી સ્ટેડિયમ, જે એક સમયે ક્રિકેટના સુવર્ણ યુગનું સાક્ષી હતું, હવે તેની વર્ષો જૂની મૂળભૂત ખામીઓ સાથે ઝઝૂમી રહ્યું છે. 1982માં જ્યાં કપિલ દેવે તેની 300મી ટેસ્ટ વિકેટ લીધી હતી, તે મેદાન હવે ચાહકો અને મીડિયા તરફથી ફરિયાદોનું કેન્દ્ર બન્યું છે. 8 ડિસેમ્બર, 2025ના રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20Iપહેલા, સ્ટેડિયમ ફરી એકવાર હેડલાઇનમાં છે, જેમાં અનેક સમસ્યાઓ યથાવત છે.
ફેબ્રુઆરી 2025 માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે દરમિયાન ફ્લડલાઇટ્સ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે મેચ 25 મિનિટ માટે રોકાઈ ગઈ હતી. વધુમાં, ઇમરજન્સી એક્ઝિટના અભાવે સલામતીની ચિંતાઓ ઉભી થઇ હતી. ફાયર વિભાગે તે જ વનડે દરમિયાન ફાયર સેફટી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ચાહકો માટે પીવાનું પાણી મળવું મુશ્કેલ છે, અને શૌચાલયોની હાલત ખરાબ છે. ચાહકોની મોટી સંખ્યાથી સમસ્યાઓ થઇ છે, અને મફત પાસ દ્વારા ટિકિટનું કાળાબજાર સામાન્ય બની ગયું છે. તાજેતરમાં, ટિકિટ વેચાણ દરમિયાન નાસભાગ પણ જોવા મળી હતી.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.
સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
એડન માર્કરમ (કેપ્ટન), ઓટ્ટનીએલ બાર્ટમેન, કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક, ડોનોવોન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો યાનસન, કેશવ મહારાજ, લુંગી ન્ગીડી, ટ્રિસ્ટન સ્ટબ્સ, એનરિચ નોર્ટજે, ડેવિડ મિલર, જ્યોર્જ લિંડે.