એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ટકરાશે, UAEમાં રમાશે મેચ
આ વર્ષે એશિયા કપ યોજાવાનો છે. જોકે આ ટુર્નામેન્ટનું શિડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખી શકાય છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તટસ્થ સ્થળે ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે સંમતિ આપી છે.
સમાચાર એજન્સી PTI એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) સાથે સંકળાયેલા એક સૂત્રને ટાંકીને કહ્યું હતું કે BCCI સપ્ટેમ્બરમાં સંયુક્ત આરબ અમીરાત (ઞઅઊ ) માં એશિયા કપનું આયોજન કરી શકે છે ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન મેચની શક્યતા છે BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે એશિયા કપ અંગે થોડા દિવસોમાં જાહેરાત કરવામાં આવશે. આ ACC બેઠક પછી થયું જેમાં તમામ 25 સભ્ય દેશોએ સ્થળ અંગે ચર્ચા કરવા માટે ભાગ લીધો હતો. BCCI નું વર્ચ્યુઅલ પ્રતિનિધિત્વ તેના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યું હતું.
ACC ની બેઠકમાં 25 સભ્ય દેશોએ ભાગ લીધો હતો. બેઠક પછી એ વાતની પુષ્ટી કરવામાં આવી હતી કે BCCI એ ઞઅઊ માં એશિયા કપનું આયોજન કરવા માટે પોતાની સંમતિ આપી છે. BCCI નું પ્રતિનિધિત્વ કરતા ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ વર્ચ્યુઅલી બેઠકમાં ભાગ લીધો હતો. ભારત તેની બધી મેચ દુબઈમાં રમે તેવી શક્યતા છે. શિડ્યૂલ પર હજુ પણ ચર્ચા ચાલી રહી છે. આ વખતે એશિયા કપ ઝ20 ફોર્મેટમાં રમાશે. એશિયા કપ આગામી વર્લ્ડ કપની જેમ જ ફોર્મેટમાં રમવાનું પહેલાથી જ નક્કી હતું. આવતા વર્ષે એટલે કે 2026 મા ઝ20 વર્લ્ડ કપ હશે તેથી જ એશિયા કપ ઝ20 ફોર્મેટમાં રમાશે.