એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે: માંડવિયા
આ વર્ષે યોજાનારા એશિયા કપ 2025 ના ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ભારત સરકારે પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. જોકે, એશિયા કપ ICC ટુર્નામેન્ટ નથી પરંતુ તે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) હેઠળ આવે છે. તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા હતા, જેના કારણે એશિયા કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ રદ થઈ શકે તેવી સંભાવના હતી.
જ્યારે એશિયા કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો, ત્યારે BCCI તરફથી નિવેદન આવ્યું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે કોઈ મેચ રમશે કે નહીં, તે માટે તેણે ભારત સરકારની પરવાનગી લેવી પડશે. આના પર સંસદમાં ભારતના કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સ્પષ્ટ કર્યું કે અમારું વલણ સ્પષ્ટ છે. ક્રિકેટ હોય, હોકી હોય કે અન્ય કોઈ રમત હોય, અમને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમવામાં કોઈ સમસ્યા નથી. જોકે, તેમણે દ્વિપક્ષીય શ્રેણીઓ અંગે સરકારનું વલણ પણ સ્પષ્ટ કર્યું: પરંતુ જ્યાં સુધી દ્વિપક્ષીય શ્રેણીનો સવાલ છે, મને લાગે છે કે દરેક વ્યક્તિ આ અંગે સરકારનું વલણ જાણે છે. એટલે કે, આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારત પાકિસ્તાન સામે રમશે, પરંતુ દ્વિપક્ષીય શ્રેણીઓ યોજવાનો સરકારનો કોઈ ઈરાદો નથી એશિયા કપ 2025 5 સપ્ટેમ્બરથી શરૂૂ થવાનો છે અને તેની ફાઇનલ 21 સપ્ટેમ્બરે રમાશે.