For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતને જીતવા 4 વિકેટ તો ઇંગ્લેન્ડને 35 રનની જરૂર

10:56 AM Aug 04, 2025 IST | Bhumika
ભારતને જીતવા 4 વિકેટ તો ઇંગ્લેન્ડને 35 રનની જરૂર

મોહમ્મદ સિરાજની ભૂલ ભારતને ભારે પડી, હેરી બ્રુક અને રૂટની તોફાની સદી

Advertisement

લંડનના ઓવલ મેદાન પર રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં હેરી બ્રુક અને જો રૂૂટની સદીઓના જોરે ઇંગ્લેન્ડે પોતાની ટીમને વિજયની નજીક પહોંચાડી દીધી છે. રવિવારે ચોથા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 374 રન બનાવવાના હતા પરંતુ જ્યારે તેઓ જીતથી 35 રન દૂર હતા ત્યારે ખરાબ પ્રકાશને કારણે રમત બંધ કરવામાં આવી હતી અને પછી વરસાદને કારણે સ્ટમ્પ જાહેરાત કરવામાં આવી હતી.

અમ્પાયરોએ થોડીવાર રાહ જોઈ પણ વરસાદ બંધ ન થયો અને પછી સ્ટમ્પ જાહેર કરવામાં આવ્યો. દિવસની રમતના અંત સુધીમાં, ઇંગ્લેન્ડે છ વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા છે.

Advertisement

હેરી બ્રુકે તોફાની ઇનિંગ્સ રમી અને ભારતને બેકફૂટ પર ધકેલી દીધું. ભારતને તેની વિકેટ પહેલા મળી ગઈ હોત, પરંતુ પ્રસિદ્ધ કૃષ્ણના બોલ પર મોહમ્મદ સિરાજે ફાઇન લેગ પર તેનો કેચ લીધો અને તેનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી ગયો. આ ભારત માટે આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો અને પછી બ્રુકે તોફાની ગતિએ રન બનાવ્યા અને સદી ફટકારી. તેણે 98 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 111 રન બનાવ્યા.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂૂટે તેને ટેકો આપ્યો. બંનેએ ચોથી વિકેટ માટે 195 રનની ભાગીદારી કરી. રૂૂટે પોતાના ટેસ્ટ કરિયરની 39મી સદી ફટકારી. તેણે 152 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગાની મદદથી 105 રન બનાવ્યા.

ઇંગ્લેન્ડે દિવસની શરૂૂઆત એક વિકેટ ગુમાવીને કરી હતી. બેન ડકેટ અને ઓલી પોપે ભારતને પરેશાન કરવાનું શરૂૂ કર્યું. ડકેટે ઝડપી રન બનાવ્યા અને પોતાની અડધી સદી પૂર્ણ કરી, જેના થોડા સમય પછી તે પ્રસિદ્ધ કૃષ્ણનો શિકાર બન્યો. તેણે 83 બોલમાં છ ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા. ત્યારબાદ મોહમ્મદ સિરાજે પોતાની શાનદાર ઇનસ્વિંગથી ઓલી પોપને એલબીડબલ્યુ આઉટ કરાવ્યો. પોપે 34 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા.

આ પછી, હેરી બ્રુક અને જો રૂૂટે વિકેટ પર પોતાના પગ જમાવી દીધા. ભારતને બ્રુકની વિકેટ મળી હોત પણ સિરાજની ભૂલે ગડબડ મચાવી દીધી. આ ભૂલ ટીમ ઈન્ડિયાને મોંઘી પડી હતી અહીંથી ભારતીય ટીમની બોડી લેંગ્વેજ નિરાશ દેખાતી હતી. બ્રુકે તેની સદી પૂર્ણ કરી લીધી હતી. તેના થોડા સમય પછી, તે આકાશદીપના બોલ પર સિરાજના હાથે કેચ આઉટ થયો. જોકે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બ્રુકની વિકેટ 301ના કુલ સ્કોર પર પડી ગઈ અને અહીંથી ઇંગ્લેન્ડને જીતવા માટે ફક્ત 73 રનની જરૂૂર હતી. બીજો સત્ર પૂરો થયો ત્યારે રૂૂટ 98 રન પર હતો અને ઇંગ્લેન્ડને જીતવા માટે 57 રનની જરૂૂર હતી.

જેકબ બેથેલ તેની સાથે રમી રહ્યો હતો. રૂૂટે ત્રીજા સત્રમાં પોતાની સદી પૂર્ણ કરી. કૃષ્ણાએ બેથેલને આઉટ કરીને ઇંગ્લેન્ડને પાંચમો ઝટકો આપ્યો. તે ફક્ત પાંચ રન જ બનાવી શક્યો. ત્યારબાદ રૂૂટ પણ કૃષ્ણાના બોલ પર ધ્રુવ જુરેલના હાથે કેચઆઉટ થઈ ગયો. થોડા સમય પછી ખરાબ પ્રકાશને કારણે રમત બંધ કરવામાં આવી અને પછી સ્ટમ્પ્સ ડિકલેર કરવામાં આવ્યા.

Advertisement
Tags :
Advertisement
Advertisement