ભારત-પાક. મેચ દરમિયાન ચાહકો મર્યાદામાં રહે તે જરૂરી
એશિયા કપ પહેલાં વસીમ અકરમની અપીલ
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, તેમની સાથે ઓમાન અને યુએઈ ગ્રુપ અમાં છે. 9 સપ્ટેમ્બરથી શરૂૂ થઈ રહેલી આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રાહ જોવાતી મેચ ભારત વિરુદ્ધ પાકિસ્તાન છે. આ શાનદાર મેચ પહેલા, ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર વસીમ અકરમે ચાહકો અને ક્રિકેટરોને ભાવનાત્મક અપીલ કરી છે.
ટેલિકોમ એશિયા સ્પોર્ટ્સ સાથે વાત કરતા, વસીમ અકરમે કહ્યું, મને ખાતરી છે કે આ ભારત વિરુદ્ધ પાકિસ્તાનની અન્ય મેચો જેટલી જ શાનદાર હશે. મને ખાતરી છે કે બંને ટીમોના ખેલાડીઓ અને ચાહકો તેમની મર્યાદામાં રહેશે. બંને દેશો વચ્ચેની તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અકરમે આ વાત કહી. અકરમે વધુમાં કહ્યું, ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ વિશ્વભરના અબજો લોકો જુએ છે. હું ઈચ્છું છું કે ખેલાડીઓ અને દર્શકો મેચ દરમિયાન શિસ્ત બતાવે. અકરમે સ્વીકાર્યું છે કે ભારતીય ટીમ હાલમાં મજબૂત છે અને તે ટીમ ઈન્ડિયાને ટાઇટલ માટે મજબૂત દાવેદાર માને છે.