For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

28મીએ રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 જંગ

12:19 PM Jan 10, 2025 IST | Bhumika
28મીએ રાજકોટમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટી 20 જંગ

પાંચ ટી-20 અને ત્રણ ODI શ્રેણીનું શેડયૂલ જાહેર, ઇંગ્લેન્ડની ટીમ જાહેર

Advertisement

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી અને ત્રણ મેચની ઓડીઆઇ શ્રેણી રમાશે. શ્રેણીની શરૂૂઆત 22 જાન્યુઆરીએ પ્રથમ ટી-20થી થશે. ઈંગ્લેન્ડે ટી-20 અને ઓડીઆઇ બંને શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. જોકે, બીસીસીઆઇએ હજુ સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ પાંચ ટી-20 મેચ રમાશે. ત્યારપછી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. ટી-20 શ્રેણીની મેચો કોલકાતા, ચેન્નાઈ, રાજકોટ, પુણે અને મુંબઈમાં રમાશે. જ્યારે ઓડીઆઇ મેચો નાગપુર, કટક અને અમદાવાદમાં યોજાશે. ટી-20 શ્રેણી 22 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. આ પછી 6 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે વનડે શ્રેણી રમાશે. ટી-20 શ્રેણીની મેચો સાંજે 7 વાગ્યે શરૂૂ થશે. વનડે શ્રેણીની મેચો બપોરે 1.30 વાગ્યાથી શરૂૂ થશે.

Advertisement

શ્રેણીની શરૂૂઆત 22 જાન્યુઆરીએ પ્રથમ ટી-20 મેચથી થશે. પ્રથમ પાંચ ટી-20 મેચ રમાશે, ત્યારબાદ ત્રણ મેચની ઓડીઆઇ શ્રેણી રમાશે. જેમાં ટી-20 શ્રેણી: કોલકાતા, ચેન્નાઈ, રાજકોટ, પુણે અને મુંબઈ તથા ઓડીઆઇ શ્રેણી: નાગપુર, કટક અને અમદાવાદમાં રમાશે અને ટી-20 શ્રેણી: 22 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમ્યાન તથા ઓડીઆઇ શ્રેણી: 6 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરીએ રમાશે.

ઇંગ્લેન્ડ ટીમ: ટી-20 ટીમ: જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), ફિલ સોલ્ટ, જેમી સ્મિથ, હેરી બ્રુક, બેન ડકેટ, જેકબ બિથેલ, લિયામ લિવિંગસ્ટોન, રેહાન અહેમદ, જેમી ઓવરટન, બ્રેડન કાર્સ, ગસ એટક્ધિસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ અને સાકિબ મહમૂદ.

ઓડીઆઇ ટીમ: જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), ફિલ સોલ્ટ, જેમી સ્મિથ, હેરી બ્રૂક, બેન ડકેટ, જો રૂૂટ, જેકબ બિથેલ, લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટોન, બ્રેડન કાર્સ, ગસ એટક્ધિસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ અને સાકિબ મહમૂદ.

Advertisement
Tags :
Advertisement
Advertisement