For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત-ઇંગ્લેન્ડ વન-ડે સિરીઝનો ગુરુવારથી પ્રારંભ, પ્રથમ મેચ નાગપુરમાં

02:01 PM Feb 04, 2025 IST | Bhumika
ભારત ઇંગ્લેન્ડ વન ડે સિરીઝનો ગુરુવારથી પ્રારંભ  પ્રથમ મેચ નાગપુરમાં

અંતિમ મેચ 12મીએ અમદાવાદ મોદી સ્ટેડિયમમાં રમાશે

Advertisement

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20I સિરીઝ સમાપ્ત થયા પછી હવે ODI સિરીઝ શરૂૂ થવાની છે. બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂૂ થશે. પ્રથમ વનડે મેચ 6 રોજ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.

ભારત દત ઇંગ્લેન્ડ ODI સિરીઝ માટે ટોસ IST બપોરે 1 વાગ્યે થશે.સિરીઝની તમામ મેચો ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂૂ થશે. અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ થશે. ઉપરાંત સિરીઝનું લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાંDisney+ Hotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

Advertisement

ભારતની ટીમ: રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (WK), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (WK), રવિન્દ્ર જાડેજા.

ઇંગ્લેન્ડની ટીમ: હેરી બ્રુક, બેન ડકેટ, જો રૂૂટ, જેકબ બેથેલ, લિયામ લિવિંગસ્ટોન, બ્રાયડન કાર્સ, જેમી ઓવરટન, જોસ બટલર (ઈ), જેમી સ્મિથ, ફિલિપ સોલ્ટ (WK), જોફ્રા આર્ચર, ગુસ એટક્ધિસન, આદિલ રશીદ, સાકિબ મહમૂદ, માર્ક વુડ.

ભારત-ઇંગ્લેન્ડ વનડે સિરીઝનું શેડ્યૂલ
પ્રથમ મેચ - 06 ફેબ્રુઆરી વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, નાગપુર
બીજી મેચ - 09 ફેબ્રુઆરી બારાબાતી સ્ટેડિયમ, કટક
ત્રીજી મેચ - 12 ફુબ્રુઆરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

Advertisement
Tags :
Advertisement
Advertisement