કાંગારૂ ટીમને 104 રનમાં સમેટી ભારતની વિના વિકેટે 210થી વધુ રનની લીડ
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીના પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ 104 રનમાં સમેટાઈ જતાં ભારતને 46 રનની લીડ મળ્યા બાદ બીજા દિવસના ત્રીજા સેશનમાં બપોરના 3:20 વાગ્યા સુધીમાં ભારતે 210 રનની લીડ મેળવી લઈ સંગીન પ્રારંભ કર્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો 22 નવેમ્બરે પર્થમાં શરૂૂ થયો. આજે આ મેચનો બીજો દિવસ છે. ભારત માટે આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ઠઝઈ ઋશક્ષફહ)ની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારતીય ટીમ આ મેચમાં પોતાની પહેલી ઇનિંગમાં 150 રન પર સમેટાઈ ગઈ હતી. બાદમાં ઓસ્ટ્રેલિયન ટીમ પણ 104 રને સમેટાઈ ગઈ છે. બુમરાહે 5 વિકેટ ઝડપી કાંગારુના છક્કા છોડાવી દીધા.
પર્થમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં મિચેલ સ્ટાર્ક પ્રથમ એવો બેટર બન્યો છે જેણે 100 બોલ રમ્યા હોય. ભારત કે ઓસ્ટ્રેલિયા બે માંથી એક પણ ટીમના દિગ્ગજ બેટર્સ 100 બોલનો સામનો કરી શક્યા નહોતા. એવામાં ફાસ્ટ બોલર સ્ટાર્કે 100 બોલનો સામનો કર્યો હતો જેણે ક્રિકેટપ્રેમીઓમાં આશ્ચર્ય જગાડ્યું હતું. ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ વખતે હેટ્રિકની તક છે. આ પમહા સીરિઝથ માં કુલ 5 મેચો રમાવાની છે. આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાનું ડેબ્યૂ થયું હતું. વળી, ઓસ્ટ્રેલિયા તરફથી નાથન સમેકસ્વીનું ડેબ્યૂ હતું. નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું.
ભારત સામે ઓસ્ટ્રેલિયાના સૌથી ઓછા રન અત્યાર સુધીમાં 83 છે. જે તણે 1981માં મેલબર્નમાં બનાવ્યા હતાં. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફક્ત ચાર ઇનિંગમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.