વિકલાંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે એન્ટ્રી મેળવી લીધી છે. આ મેચ ભારત અને પાકિસ્તાનની વિકલાંગ ટીમ વચ્ચે યોજાઈ હતી. કેપ્ટન વિક્રાંત કેનીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાના કોલંબોમાં રમાઈ રહેલી શારીરિક રીતે અક્ષમ (ઙઉ) ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 8મી મેચમાં પાકિસ્તાનની ટીમને 5 વિકેટથી હરાવીને ટૂર્નોમેન્ટની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે આ ટૂર્નોમેન્ટમાં ભારતે પાકિસ્તાનને બીજી હાર આપી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
જો કે, તેઓને સારી શરૂૂઆત મળી ન હતી કારણ કે તેઓએ તેમની પ્રથમ વિકેટ શૂન્ય રન પર ગુમાવી હતી અને ટૂંક સમયમાં 25/3 પર પહોંચી ગઈ હતી. જો કે, સૈફ ઉલ્લાહ અને મુહમ્મદ નોમાન વચ્ચેની ભાગીદારીએ મજબૂત ઈનિંગ જાળવી રાખી. ઉલ્લાહ 51 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો હતો. બાદમાં નોમાન 42 બોલમાં 45 રન બનાવીને અણનમ રહ્યો હતો. રાજેશ કન્નુરે માત્ર 52 બોલમાં શાનદાર અને અણનમ 74 રનની ઈનિંગ રમીને મેન ઇન બ્લુને અદભૂત વિજય અપાવ્યો હતો. ભારતે 5.2 ઓવરમાં 50 રન પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. જો કે, ભારતની શરૂૂઆત સારી હતી, તે કોઈ મોટો ફટકો નહોતો. પાકિસ્તાનને વિકેટ મળી હતી.