રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રથમ ટેસ્ટમાં ભારત 150માં ઓલઆઉટ

04:59 PM Nov 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઓસ્ટ્રેલિયામાં પર્થ ખાતે આજથી શરૂ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત 150 રનમાં ઓલઆઉટ થઈ ગયા બાદ ભારતીય બોલર્સોએ પણ વળતો એટેક કરી ઓસ્ટ્રેલિયાની સાત વિકેટ માત્ર 62 રનમાં જ ખેડવી નાખતા ટેસ્ટ મેચ પ્રથમ દિવસથી જ રસપદ બની ગઈ છે.

ભારતે પ્રથમ બેટિંગ કરી માત્ર 150 રન બનાવ્યા બાદ બેટિંગ માટે ઉતરેલી ઓસિઝ ટીમ ઉપર બુમરાહ ભારી પડ્યો હતો. અને તેણે ચાર વિકેટ ખેડવી હતી તો બે વિકેટ સિરાજ અને એક વિકેટ હર્ષિત રાણાએ લીધી હતી.
પર્થ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 150 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી નીતિશ રેડ્ડીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. 59 બોલનો સામનો કરીને તેણે 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. રિષભ પંતે 37 રન બનાવ્યા હતા. 78 બોલનો સામનો કરીને તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. કેએલ રાહુલે 26 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઈ ખાસ કરી શક્યું નહીં. વિરાટ કોહલી 5 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયાના બોલરોએ કહેર વર્તાવ્યો હતો. હેઝલવુડે 4 વિકેટ ઝડપી હતી. તેણે 13 ઓવરમાં 29 રન આપ્યા હતા. મિચેલ સ્ટાર્કે 11 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. પેટ કમિન્સ અને મિશેલ માર્શે 2-2 વિકેટ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા માટે યશસ્વી જયસ્વાલ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેને મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. આ પછી ત્રીજા નંબરે આવેલો દેવદત્ત પડિકલ પણ શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. તે પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોશ હેઝલવુડે વિરાટને ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઇનિંગની શરૂૂઆત કરવા આવેલા કેએલ રાહુલ 74 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ધ્રુવ જુરેલ 11 રન બનાવીને અને વોશિંગ્ટન સુંદર ચાર રન બનાવીને આઉટ થયો હતો. 73 રનમાં 6 વિકેટ પડી ગયા બાદ ઋષભ પંત અને નીતિશ કુમાર રેડ્ડીએ ઇનિંગની કમાન સંભાળી હતી. બંનેએ સાતમી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. પંત 78 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 37 રન બનાવીને આઉટ થયો હતો.

યુવા નીતીશ કુમાર રેડ્ડી એક છેડે મક્કમ હતો, પરંતુ કોઈએ તેમને સાથ આપ્યો ન હતો. ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં નીતિશે 59 બોલમાં 41 રન બનાવ્યા હતા. આ દરમિયાન નીતિશે 6 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. બીજા છેડે હર્ષિત રાણા 07 રન અને જસપ્રિત બુમરાહ 08 રન બનાવીને આઉટ થયા હતા.

કે.એલ. રાહુલ આઉટ કે નોટઆઉટ? નવો વિવાદ
પર્થ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો બેટ્સમેન કે એલ રાહુલ તરફથી લાગ્યો છે. જોકે, બોલ તેના બેટથી લાગ્યો હતો કે પેડથી તેની પર ખેલાડીઓની વચ્ચે અસંમતિ નજર આવી. એટલું જ નહીં અમ્પાયરની તરફથી આઉટ આપ્યા બાદ કે એલ રાહુલ પણ ડ્રેસિંગ રૂૂમની તરફ જતી વખતે નાખુશ નજર આવ્યો. વિપક્ષી ટીમની તરફથી લેવામાં આવેલા રિવ્યૂમાં પણ એવી ખાતરી થઈ રહી હતી જેમ કે તેનું બેટ બોલથી ટકરાવાને બદલે તેના પેડથી પહેલા ટકરાઈ ગયુ, પરંતુ અમ્પાયરનો નિર્ણય સર્વમાન રહ્યો અને રાહુલને નિરાશા સાથે પવેલિયન ફરવું પડ્યું.

Tags :
first Testindiaindia newsSportssports news
Advertisement
Next Article
Advertisement