For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેવડો ઝટકો, ધીમા ઓવર રેટ બદલ ઇગ્લેંન્ડને મેચ ફીના 10 ટકા દંડ

11:11 AM Jul 17, 2025 IST | Bhumika
બેવડો ઝટકો  ધીમા ઓવર રેટ બદલ ઇગ્લેંન્ડને મેચ ફીના 10 ટકા દંડ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ત્રણ મેચ રમાઈ છે. લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી મેચ જીતીને ઇંગ્લેન્ડે 2-1ની લીડ જાળવી રાખી છે. લોર્ડ્સ ટેસ્ટમાં ભારત સામે 22 રનની રોમાંચક જીત દરમિયાન ઇંગ્લેન્ડને ધીમા ઓવર રેટ બદલ કિંમત ચૂકવવી પડી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઇંગ્લેન્ડને બેવડો ઝટકો આપ્યો છે. ICC એ જણાવ્યું હતું કે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટેની આચારસંહિતાની કલમ 2.22 મુજબ ઇંગ્લેન્ડને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

Advertisement

જે ન્યૂનતમ ઓવર-રેટ ગુનાઓ સાથે સંબંધિત છે. આ મુજબ, નિર્ધારિત સમયમાં ન ફેંકાયેલી દરેક ઓવર માટે ખેલાડીઓની મેચ ફીના પાંચ ટકા દંડ લાદવામાં આવ્યો છે. WTC ની રમતની શરતોની કલમ 16.11.2 અનુસાર, જો કોઈ ટીમ નિર્ધારિત સમયમાં ઓવર પૂર્ણ ન કરે, તો દરેક ઓછી ઓવર માટે એક પોઈન્ટ કાપવામાં આવે છે, આ કપાત સમય મુક્તિને ધ્યાનમાં લીધા પછી કરવામાં આવે છે.ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ગુનો સ્વીકાર્યો છે. આ સાથે તેમણે રિચી રિચાર્ડસન દ્વારા લાદવામાં આવેલા પ્રસ્તાવિત દંડનો પણ સ્વીકાર કર્યો. ICC એ કહ્યું કે આવી સ્થિતિમાં ઔપચારિક સુનાવણીની કોઈ જરૂૂર નથી.

આ આરોપ ફિલ્ડ અમ્પાયર પોલ રીફેલ અને શરાફુદ્દૌલા ઇબ્ને શાહિદ, થર્ડ અમ્પાયર અહસાન રઝા અને ફોર્થ અમ્પાયર ગ્રેહામ લોયડ દ્વારા લગાવવામાં આવ્યો હતો. લોર્ડ્સ ટેસ્ટમાં ધીમા ઓવર રેટના દોષિત જાહેર થયા બાદ WTC સ્ટેન્ડિંગમાં ઇંગ્લેન્ડના પોઈન્ટ 24થી ઘટીને 22 થઈ ગયા છે. આને કારણે, તેમનો પોઈન્ટ ટકાવારી 66.67થી ઘટીને 61.11 થઈ ગયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement