રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત-કોહલી ઉપરાંત અન્ય 3 ખેલાડીનું પણ પત્તું કપાશે

10:56 AM Jan 06, 2025 IST | Bhumika
Advertisement

રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, અભિમન્યુ ઇશ્ર્વરન પર લટકતી તલવાર

Advertisement

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં કારમી હાર બાદ ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારોની શક્યતા છે. આગામી ટેસ્ટ મેચ જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે રમાવાની છે, પરંતુ કેટલાક ખેલાડીઓ માટે ટીમમાં સ્થાન જાળવી રાખવું મુશ્કેલ જણાય છે. આ યાદીમાં મોટા નામોની સાથે કેટલાક નવા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂૂઆત જીત સાથે કરી હતી, પરંતુ અંત નિરાશાજનક રહ્યો. ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટ 6 વિકેટે જીતીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 3-1થી પોતાના નામે કરી. આ હાર સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ પહોંચી શકી નહોતી. ટીમની હાર ઉપરાંત રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓના પ્રદર્શને પણ નિરાશા જન્માવી છે. ત્યારે, વર્તમાન ટીમ ઈન્ડિયામાં કેટલાક ફેરફારો થઈ શકે છે. પ્રદર્શન અને જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને જોઈએ તો માત્ર વિરાટ અને રોહિત જ નહીં, પરંતુ 5 ખેલાડીઓ એવા છે જે આગામી શ્રેણીમાંથી બહાર થઈ શકે છે:

તાજેતરમાં ઝ20 વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર રોહિતનું બેટ અને કેપ્ટનશિપ બંને છેલ્લા કેટલાક સમયથી નિષ્ફળ રહ્યા છે. બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. કેપ્ટન તરીકે પણ તેના નિર્ણયો ટીમના હિતમાં રહ્યા નહોતા. તેથી તેની ટેસ્ટ કારકિર્દી હવે સમાપ્ત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી ફટકાર્યા બાદ કોહલી પાસેથી મોટી અપેક્ષાઓ હતી, પરંતુ ત્યારબાદની ઇનિંગ્સમાં તે નિષ્ફળ રહ્યો. તેની નબળાઈઓ સ્પષ્ટ દેખાતી હતી, જેના કારણે તેના માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ મુશ્કેલ લાગી રહ્યો છે.
રવિચંદ્રન અશ્વિનની નિવૃત્તિ બાદ જાડેજા પર મોટી જવાબદારી હતી, પરંતુ તે બોલિંગમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. બેટિંગમાં તેણે થોડું યોગદાન આપ્યું હતું, પરંતુ બોલિંગમાં તે પ્રભાવશાળી દેખાયો નહોતો.

યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ આ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, પરંતુ લાંબા સ્પેલ બોલિંગમાં તેનો અનુભવ ઓછો જણાયો. બેટિંગમાં પણ તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેથી તેને ઘરેલુ ક્રિકેટમાં સુધારાની તક આપવામાં આવી શકે છે.

બંગાળના ઓપનર અભિમન્યુ ઇશ્વરનને આ શ્રેણીમાં તક મળી હતી, પરંતુ તેને એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નહોતો. બેટ્સમેનોની નિષ્ફળતા છતાં તેને બેંચ પર બેસવું પડ્યું હતું. તેથી ઈંગ્લેન્ડના પ્રવાસમાં તેની પસંદગી થવાની શક્યતા ઓછી છે.

Tags :
indiaindia newsSportssports newsTeam IndiaTest series against England
Advertisement
Next Article
Advertisement