ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હાઇસ્કોરિંગ મેચમાં, હૈદરાબાદે RCBને 42 રને હરાવ્યું

10:50 AM May 24, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની એક રોમાંચક મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 42 રનથી પરાજય આપ્યો છે. આ મેચમાં હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા 231 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં, છેલ્લી ઓવર સુધી ચાલેલી આ મેચમાં બેંગલુરુ 189 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને 42 રનથી મેચ હારી ગયું. હૈદરાબાદ તરફથી યુવા બેટ્સમેન ઈશાન કિશન 94 રનની અણનમ તોફાની ઇનિંગ્સ રમીને મેચનો સ્ટાર બન્યો હતો.

પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં સ્થાન મેળવવા માટે લડી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 232 રનનો મોટો લક્ષ્યાંક મળ્યો હતો. RCB એ લક્ષ્યનો પીછો કરતા શાનદાર શરૂઆત કરી હતી, જેમાં વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે માત્ર 7 ઓવરમાં 80 રન જોડી દીધા હતા. ફિલ સોલ્ટે 32 બોલમાં 62 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

વિરાટ કોહલીએ પણ 43 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. બીજી તરફ, મયંક અગ્રવાલને મોટી ઇનિંગ રમવાની અને છઈઇની જીતમાં યોગદાન આપવાની તક હતી, પરંતુ તે ફક્ત 11 રન બનાવીને આઉટ થઈ ગયો. રજત પાટીદાર ધીમે ધીમે રન રેટ વધારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેનું નસીબ ખરાબ હતું અને તે 18 રન બનાવીને રન આઉટ થયો. આ મેચમાં, છઈઇની કેપ્ટનશીપ કરનાર જીતેશ શર્માનું બેટ પણ કંઈ ખાસ કરી શક્યું નહીં. એક સમયે, RCB એ 3 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા અને જીત માટે હજુ 59 રનની જરૂૂર હતી. જોકે, બોલની સંખ્યા ઓછી થઈ રહી હતી, જેના પરિણામે દબાણમાં, બેંગ્લોરની ટીમે માત્ર 6 રનમાં ચાર મોટી વિકેટ ગુમાવી દીધી. પરિસ્થિતિ એવી હતી કે RCBને છેલ્લી 2 ઓવરમાં 46 રનની જરૂૂર હતી.

જ્યારે પેટ કમિન્સ દ્વારા ફેંકવામાં આવેલી 19મી ઓવર પૂરી થઈ, ત્યારે SRHના હાથમાં આખી મેચ આવી ગઈ હતી. કેપ્ટન કમિન્સે આખી ઓવરમાં ફક્ત એક જ રન આપ્યો અને 2 વિકેટ પણ ઝડપી. આખી ઓવર પૂરી થાય તે પહેલાં જ RCB ટીમ 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચની છેલ્લી 10 ઓવરનું મૂલ્યાંકન કરીએ તો, RCBની છેલ્લી 7 વિકેટો ફક્ત 16 રનની અંદર પડી ગઈ, જે તેમની હારનું મુખ્ય કારણ બન્યું હતુ.

Tags :
Hyderabadindiaindia newsRCBSportssports news
Advertisement
Advertisement