ઇમ્પેકટ પ્લેયરના નિયમથી મોટો સ્કોર બનતો નથી: મહેન્દ્રસિંહ ધોની
આઈપીએલ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં એક ઈમ્પેક્ટ ખેલાડીને લઈને પણ એક નિયમ બનાવવામાં આવ્યો છે. પોતાની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત ચેમ્પિયન બનાવનાર મહેન્દ્રસિંહ ધોનીએ ઇમ્પેક્ટ પ્લેયર રૂૂલ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ નિયમ લાગુ થયો ત્યારથી જ વિવાદમાં રહ્યો છે. ઘણા લોકો તેના પક્ષમાં છે, જ્યારે ઘણા માને છે કે તેનાથી ઓલરાઉન્ડર ખેલાડીઓને નુકસાન થયું છે. મહેન્દ્રસિંહ ધોની માને છે કે આઇપીએલમાં કોઈ વધારાના ખેલાડીના રમવાથી મોટા સ્કોર બનતો નથી, પરંતુ ખેલાડીઓની બદલાયેલી માનસિકતાને કારણે છે.
તેમનું માનવું છે કે ઇમ્પેક્ટ પ્લેયર નિયમથી તેમને કોઈ ફાયદો થયો નથી. એમએસ ધોનીએ કહ્યું, જ્યારે ઇમ્પેક્ટ પ્લેયર નિયમ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે મને લાગ્યું કે તે સમયે આ નિયમની કોઈ જરૂૂર નથી. આ નિયમ ક્યારેક મને મદદ કરે છે પરંતુ મોટાભાગે તે મદદ કરતો નથી. હું હજુ પણ વિકેટકીપિંગ કરું છું તેથી હું ઇમ્પેક્ટ પ્લેયર નથી. મારે ફિલ્ડિંગમાં પણ આવવું પડશે.આઈપીએલમાં હવે મોટા સ્કોર બની રહ્યા છે અને તેનું કારણ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ નથી. તેમણે કહ્યું, ઘણા લોકો માને છે કે ઇમ્પેક્ટ પ્લેયર નિયમને કારણે ઈંઙકમાં મોટા સ્કોર બની રહ્યા છે. પરંતુ મારા મતે ખેલાડીઓની હળવા માનસિકતા અને સંજોગોને કારણે આ થઈ રહ્યું છે. તે કોઈ વધારાના બેટ્સમેનને કારણે આટલા બધા રન બનાવી રહ્યા નથી, પરંતુ તેની માનસિકતા તેને કારણે છે. ટીમો એક વધારાનો બેટ્સમેન હોવાથી આરામદાયક છે, તેથી બેટ્સમેનો વધુ સાવધાનીપૂર્વક રમી રહ્યા છે. તેની હાજરી આત્મવિશ્વાસ વધારે છે કારણ કે એવું નથી કે બધા 4-5 બેટ્સમેનોને રમવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.
-