For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હું રમવા માગુ છું, જગ્યા ક્યાં છે? અશ્ર્વિનનો રિટાયરમેન્ટ પર ટોણો

11:06 AM Jan 16, 2025 IST | Bhumika
હું રમવા માગુ છું  જગ્યા ક્યાં છે  અશ્ર્વિનનો રિટાયરમેન્ટ પર ટોણો

અગાઉ અશ્ર્વિનના પિતાએ મેનેજમેન્ટ સામે સવાલ ઉઠાવ્યા હતા

Advertisement

વર્ષ 2024ના અંતમાં ટીમ ઈન્ડિયાએ પોતાના વર્લ્ડ ક્લાસ સ્પિનરને ખોઈ દીધા. અશ્વિને વર્ષના અંતમાં અચાનક રિટાયરમેન્ટ લઈને તમામને હેરાન કરી દીધા. કોઈને પણ અશ્વિનના રિટાયરમેન્ટની જાણ નહોતી અને ધીમેથી વિદાય લઈ લીધી. ત્યારબાદ ટીમમાં ઉથલ પાથલથી લઈને ડ્રેસિંગ રૂૂમમાં શાબ્દિક ટપાટપીની વાતો સામે આવવા લાગી.
અશ્વિનને રિટાયરમેન્ટ પર વાત કરતા પોતાના યૂટ્યૂબ ચેનલ પર જણાવ્યું હતું રે, હું ખુબ વિચારું છું, જીવનમાં શું કરવાનું છે. આપણે બધાએ એ સમજવું જરૂૂરી છે કે આ બધું સામાન્ય રીતે થતું હોય છે.

જો કોઈને ખબર પડી જાય છે તો તેનું કામ પુરું થઈ જાય છે, તો એક વાર જ્યારે તે વિચારમાં આવી જાય છે. ત્યારે વિચારવા માટે કંઈ હોતું નથી. લોકોએ ઘણી બધી વાતો કહી, મને નથી લાગતું કે આ કોઈ મોટી વાત છે. તમે વિચારો શું થયું? મે પહેલી ટેસ્ટ રમી નહોતી, મે બીજી ટેસ્ટ રમી, ત્રીજી ના રમી. ત્યારે સંભવ હતું કે હું આગામી ટેસ્ટ રમી શકતો હતો કે નહોતો રમી શકતો. આ મારી રચનાત્મકાની એક બાજુ છે અને હું તેણે શોધવા માંગું છું. તે સમયે, મને લાગ્યું કે મારું ટેલેન્ટ પુરું થઈ ગયું છે એટલા માટે આ સરળ હતું.

Advertisement

અશ્વિનને વધુમાં જણાવ્યું હતું કે, હું હજું વધુ ક્રિકેટ રમવા માંગું છું, તેના માટે જગ્યા ક્યાં છે? સ્વાભાવિક છે કે ભારતીય ડ્રેસિંગ રૂૂમમાં નહીં, પરંતુ ક્યાંક બીજેથી... હું રમત પ્રત્યે ઈમાનદાર રહેવા માંગું છું. કલ્પના કરો કે હું રિટાયરમેન્ટ ટેસ્ટ રમવા માંગું છું પરંતુ હું તેના લાયક નથી. કલ્પના કરો, હું માત્ર એટલા માટે ટીમમાં છું કારણ કે આ મારી વિદાય ટેસ્ટ છે. હું એવું નથી ઈચ્છતો. મને લાગ્યું કે મારી ક્રિકેટમાં હજું વધારે તાકાત હતી. હું હજું વધારે રમી શકતો હતો પરંતુ હંમેશાં ત્યારે રમત ખતમ કરવી યોગ્ય હોય છે જ્યારે લોકો શું પુછે છે ના કે કેમ નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement