મેં કેપ્ટન બનવા ઇન્કાર કર્યો હતો, જસપ્રીત બુમરાહનો ખુલાસો
ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પહેલા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. આ પછી, સૌથી મોટો પ્રશ્ન એ હતો કે ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન કોણ હશે. જસપ્રીત બુમરાહ, જેમણે અગાઉ કેટલીક વખત ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું અને ટેસ્ટમાં ટીમનો ઉપ-કેપ્ટન હતો, તે કેપ્ટનની રેસમાં આગળ હતો. ઘણા અનુભવી ખેલાડીઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને બુમરાહને કેપ્ટનશીપ આપવાની વાત કરી હતી.
સ્કાય સ્પોર્ટ્સ પર દિનેશ કાર્તિક સાથે વાત કરતા, જસપ્રીત બુમરાહએ કહ્યું કે તેણે કેપ્ટનશીપ માટે પસંદગીકારોને ના પાડી દીધી હતી. બુમરાહે કહ્યું, એવી કોઈ ફેન્સી સ્ટોરી નથી, કોઈ વિવાદ નથી કે કોઈ હેડલાઇન સ્ટેટમેન્ટ નથી કે જેના પર મને બરતરફ કરવામાં આવ્યો હોય કે તેના પર ધ્યાન ન આપવામાં આવ્યું હોય. આઇપીએલ દરમિયાન, રોહિત અને વિરાટની નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI સાથે વાત કરી હતી. મેં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી દરમિયાન મારા વર્કલોડ વિશે વાત કરી હતી. મેં મારા પીઠના દુખાવાનું સંચાલન કરનારા લોકો સાથે વાત કરી હતી. મેં સર્જન સાથે પણ વાત કરી હતી. વર્કલોડ હતો તેથી મેં તેમની સાથે વાત કરી અને પછી અમે આ નિષ્કર્ષ પર આવ્યા કે મારે થોડું સ્માર્ટ બનવું પડશે તેથી મેં BCCI ને ફોન કર્યો અને કહ્યું કે હું કેપ્ટન બનવા માંગતો નથી.
જસપ્રીત બુમરાહે આ દરમિયાન કહ્યું કે રોહિતની નિવૃત્તિ પછી, BCCI તેને કેપ્ટન બનાવવાનું વિચારી રહ્યું હતું. બુમરાહે કહ્યું, BCCI મને એક કેપ્ટન તરીકે જોઈ રહ્યું હતું,
પરંતુ પછી મારે કહેવું પડ્યું કે તે ટીમ માટે વ્યાજબી નથી અને તમે જાણો છો કે પાંચ ટેસ્ટની શ્રેણીમાં, ત્રણ મેચ માટે કોઈ બીજો કેપ્ટન હોય છે અને કોઈ બીજી બે મેચની કેપ્ટનશીપ કરે છે, તે ટીમ માટે વ્યજબી નથી અને હું હંમેશા ટીમને પ્રથમ રાખવા માંગતો હતો.