ટીમ ઇન્ડિયાની જીત પર 72 વર્ષના ગાવસ્કર બાળકની જેમ ઝૂમ્યા
04:45 PM Mar 10, 2025 IST
|
Bhumika
Advertisement
દુબઈના મેદાન પર ભારતીય ટીમના 11 ખેલાડીઓએ જે રીતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે શાનદાર ક્રિકેટ રમી,સૌ કોઈને દિવાના કરી દેનારું રહ્યું. એ જ કારણે ટીમ ઈન્ડિયાના ચેમ્પિયન બનતા જ દરેક ભારતીય આનંદમાં છલકાઈ ગયો. ભારતના પૂર્વ મહાન બેટ્સમેન જીક્ષશહ ૠફદફતસફિ તો પોતાને કાબૂમાં રાખી શક્યા નહીં અને મેદાન પર જ બાળકિયું આનંદ વ્યક્ત કરતાં ડાન્સ કરતા જોવા મળ્યા. 75 વર્ષની ઉંમરે ગાવસકરનો આ શાનદાર ડાન્સ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટીમ ઈન્ડિયા ટ્રોફી સાથે ઉત્સાહપૂર્વક ડાન્સ કરી રહી છે. ભારતીય ખેલાડીઓ સાથે સુનીલ ગાવસકર પણ મેદાન પર બાળકોની જેમ થિર્કતા જોવા મળ્યા. તેમની ખુશી ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. 75 વર્ષની ઉંમરે ગાવસકરનો આ ઉત્સાહભર્યો ડાન્સ જોઈને ચાહકો આશ્ચર્યચકિત રહી ગયા.
રવિન્દ્ર જાડેજાના વિજયી શોટ સાથે ભારતીય ખેલાડીઓ મેદાન પર દોડીને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા. જાડેજા અર્શદીપ અને હર્ષિત રાણાની સાથે ગંગનમ સ્ટાઈલમાં ડાન્સ કરતા નજરે પડ્યા, જ્યારે વિરાટ-રોહિત સ્ટમ્પ્સ સાથે ડાંડીયા રમી રહ્યા હતા. મેદાન પર દરેક ખેલાડીએ પોતાની રીતે આ ઐતિહાસિક જીતને ઉજવી.
Advertisement
Next Article
Advertisement