ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલ જાહેર
11:08 AM Feb 19, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રમાશે. આ મેગા ઈવેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેવા માટે તૈયાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરવામાં આવી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલમાં સુરેશ રૈના, હરભજન સિંહ, વકાર યુનિસ, રોબિન ઉથપ્પા, મોહમ્મદ કૈફ, અંબાતી રાયડુ, વહાબ રિયાઝ, પીયૂષ ચાવલા, વરુણ એરોન, જતીન સપ્રુ, આકાશ ચોપરા, સંજય માંજરેકર, સંજય બાંગર, દીપ દાસગુપ્તાને તક મળી છે.
હિન્દી કોમેન્ટ્રી પેનલમાં ઘણા દિગ્ગજોને સ્થાન આપ્યું છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ સિવાય બે ભૂતપૂર્વ પાકિસ્તાની દિગ્ગજ વકાર યુનિસ અને વહાબ રિયાઝને પણ તક મળી છે.