For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોનીના 100 કરોડના માનહાનીના કેસની સુનાવણીનો હાઇકોર્ટનો આદેશ

10:57 AM Aug 12, 2025 IST | Bhumika
ધોનીના 100 કરોડના માનહાનીના કેસની સુનાવણીનો હાઇકોર્ટનો આદેશ

IPL સ્પોટ ફિક્સિંગ કેસમાં ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની પર ગંભીર આરોપો લગાવનારાઓ માટે ખરાબ દિવસો શરૂૂ થઈ ગયા છે. હકીકતમા મદ્રાસ હાઈકોર્ટે ધોની દ્વારા દાખલ કરાયેલા 10 વર્ષ જૂના માનહાનિના કેસમાં સુનાવણી શરૂૂ કરવાનો આદેશ આપ્યો છે. ધોનીએ બે મોટા મીડિયા સંગઠનો, એક પ્રખ્યાત પત્રકાર અને નિવૃત્ત આઈપીએસ અધિકારી જી. સંપત કુમાર સામે 100 કરોડ રૂૂપિયાના નુકસાનની માંગણી સાથે આ કેસ દાખલ કર્યો હતો.

Advertisement

એવો આરોપ છે કે આ લોકોએ IPL સટ્ટાબાજી કૌભાંડમાં ધોનીનું નામ ખેંચ્યું હતુ જસ્ટિસ સી.વી. કાર્તિકેયનએ એક એડવોકેટ કમિશનરની નિમણૂક કરી છે જે ચેન્નાઈમાં તમામ પક્ષકારો અને તેમના વકીલો માટે અનુકૂળ જગ્યાએ ધોનીના પુરાવા રેકોર્ડ કરશે. એડવોકેટ કમિશનરની નિમણૂક એટલા માટે કરવામાં આવી હતી કારણ કે ધોની એક સેલિબ્રિટી હોવાને કારણે, તેની વ્યક્તિગત હાજરીથી હાઈકોર્ટમાં અવ્યવસ્થા પેદા થઈ શકે છે.
ધોનીએ એક સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં તેણે 2014 થી પેન્ડિંગ માનહાનિ કેસની સુનાવણી આગળ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ધોનીએ કહ્યું હતું કે તે 20 ઓક્ટોબર, 2025 થી 10 ડિસેમ્બર, 2025ની વચ્ચે ઉલટતપાસ માટે ઉપલબ્ધ રહેશે. ધોનીએ સોગંદનામામાં કહ્યું છે કે હું એડવોકેટ કમિશનરને સંપૂર્ણ સહયોગ કરીશ અને કેસ અને પુરાવા દાખલ કરવા અંગે જારી કરાયેલી તમામ સૂચનાઓનું પાલન કરીશ.

Advertisement

કેસની સુનાવણી 10 વર્ષથી વધુ સમય માટે વિલંબિત રહી હતી કારણ કે પક્ષકારોએ વિવિધ રાહતો માટે ઘણી અરજીઓ દાખલ કરી હતી. ડિસેમ્બર 2023 મા ન્યાયાધીશ એસ.એસ. સુંદર અને સુંદર મોહનની ડિવિઝન બેન્ચે નિવૃત્ત આઈપીએસ અધિકારીને ફોજદારી અવમાનનાનો દોષી ઠેરવ્યો હતો અને તેમને 15 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. જોકે, 2024 મા સુપ્રીમ કોર્ટે આ સજા પર રોક લગાવી દીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement