હરવિંદર સિંહ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય
થ્રોમાં ધરમબીરે પણ ગોલ્ડ જીત્યો, પ્રણવ સુરમા અને સમિન ખિલારીના સિલ્વર સાથે મેડલની સંખ્યા 24 પર પહોંચી
પેરિસ પેરાલિમ્પિકસમાં ભારતની આગેકુચ જારી છે ગઈકાલે તિરંદાજીમાં હરવિદરસિંહ અને કલબ થ્રોમાં ધરમબિરે ગોલ્ડ મેડલ મેળવ્યા હતાં જ્યારે થ્રોમાં પ્રણવ સુરમાએ અને સમિન ખીલારીએ સિલ્વર મેડલ મેળવ્યા ચે. આ સાથે ભારતનો સ્કોર 5 ગોલ્ડ, 9 સિલ્વર અને 10 બ્રોન્ઝ સાથે 24 ઉપર પહોચ્યો છે.
હરવિંદર સિંહે પુરુષોની રિકર્વ તીરંદાજીમાં ગેમ્સનો 22મો મેડલ જીત્યો છે. આ વખતે હરવિંદર સિંહે ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું છે. પેરાલિમ્પિક્સમાં આ તેનો બીજો મેડલ છે. આ પહેલા તેણે 2020 પેરાલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે તેની સફર ઘણી યાદગાર રહી છે. તેણે એવો કમાલ કર્યો કે આ પહેલા કોઈ ભારતીય તીરંદાજ કરી શક્યો ન હતો.
હરવિંદર સિંહ ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચનારા ભારતીય ઇતિહાસમાં પ્રથમ તીરંદાજી ખેલાડી બન્યો. આ વખતે તેનું પ્રદર્શન ઘણું જોરદાર હતું. તેણે ફાઈનલ મેચમાં પોલેન્ડના લુકાઝ સિઝેકને 6-0થી હરાવ્યો હતો. આ સાથે તે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ પહેલા ફાઇનલમાં પહોંચવા માટે હરવિંદર સિંહે સેમિફાઇનલમાં ઈરાનના મોહમ્મદરેઝા આરબ અમેરીને 6-4ના માર્જિનથી હરાવ્યો હતો. રાઉન્ડ ઓફ 8માં હરવિંદર સિંહે ઇન્ડોનેશિયાના સેટિયાવાનને 6-2થી હરાવ્યો.
હરવિંદર સિંહને આ પછી 2021 માં તેમને ભારત સરકાર તરફથી અર્જુન એવોર્ડ મળ્યો. આ પુરસ્કાર ભારત સરકાર દ્વારા આપવામાં આવતું બીજું સર્વોચ્ચ રમતનું સન્માન છે. 2022માં તેમને ભીમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે હરિયાણા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ રમત સન્માન છે.
આ વખતે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત દરરોજ એક નવો ઈતિહાસ લખી રહ્યું છે. ભારતે ક્લબ થ્રો ઋ51માં પણ ડબલ પોડિયમ ફિનિશ હાંસલ કર્યું હતું. આ વખતે ધરમબીરે 34.92 મીટરના થ્રો સાથે દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રણવ સુરમાએ પણ 34.59ના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર પોતાના નામે કર્યો છે.
એવું કહેવાય છે કે ઓલ ઈઝ વેલ ધેટ એન્ડ વેલ. બુધવારે પુરુષોના થ્રોમાં પણ કંઈક આવું જ બન્યું. ખેલાડી ધરમબીરની શરૂૂઆત થોડી ખરાબ રહી હતી. તેના પ્રથમ ચાર થ્રો ફાઉલ હતા. પરંતુ 5માં થ્રોમાં તેણે પોતાની તમામ તાકાત વાપરી દીધી, જેના કારણે આ થ્રોએ 34.92 મીટરનું અંતર કાપ્યું હતું અને અંતે ધરમબીરના આ થ્રોએ ભારતને ગોલ્ડ અપાવ્યો. આ સાથે બીજી તરફ પ્રણવ સુરમાએ 34.59 મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો. આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ થ્રોથી તેણે સિલ્વર મેડલ જીત્યો છે.
સચિને શોટ પુટની ઋ46 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એન્જિનિયર સાહેબે પણ 16.32 મીટર થ્રો કરીને એશિયન રેકોર્ડ હાંસલ કર્યો હતો. સચિનના આ મેડલે 40 વર્ષની રાહનો પણ અંત કર્યો. ભલે સચિને 9 વર્ષની ઉંમરે પોતાનો એક હાથ ગુમાવ્યો. જોકે વિશ્વ જીત્યા બાદ તે ક્લાઉડ નાઈન પર છે.