For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હરમનપ્રીત કૌરે 82 બોલમાં 14 ચોગ્ગા સાથે શાનદાર સદી ફટકારી

10:58 AM Jul 23, 2025 IST | Bhumika
હરમનપ્રીત કૌરે 82 બોલમાં 14 ચોગ્ગા સાથે શાનદાર સદી ફટકારી

વનડેમાં 4000 રન પૂરા કરનારી ત્રીજી ભારતીય બની

Advertisement

ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. ડરહામના રિવરસાઈડ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ત્રીજી ODI મેચમા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર સદી ફટકારીને ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા. આ મેચમાં હરમનપ્રીતે શાનદાર ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાને મોટા સ્કોર સુધી પહોંચાડી. હરમનપ્રીત કૌરે 1 વર્ષ પછી ODI માં સદી ફટકારી હતી.

Advertisement

આ મેચમાં હરમનપ્રીત કૌરે પોતાની કેપ્ટન ઈનિંગથી ઈંગ્લિશ બોલરોને ખૂબ જ પરેશાન કર્યા હતા. તેની ઈનિંગ શાનદાર શોટ્સથી ભરેલી હતી, જેમાં લોંગ-ઓન અને મિડવિકેટ તરફ રમાયેલા શોટ્સે ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. હરમનપ્રીત કૌરે સદી સુધી પહોંચવા માટે ફક્ત 82 બોલ લીધા હતા અને આ તેની ODI કારકિર્દીની સાતમી સદી હતી. આ ઈનિંગમા તેણે કુલ 84 બોલનો સામનો કર્યો અને 102 રન બનાવ્યા જેમાં 14 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

આ ઈનિંગ દરમિયાન હરમનપ્રીત કૌર વનડેમાં 4000 રન પૂરા કરનારી ત્રીજી ભારતીય બની. તેના પહેલા ફક્ત ભારતીય વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજ જ આ સિદ્ધિ મેળવી શકી હતી. આ સિવાય હરમનપ્રીત કૌરે મિતાલી રાજ પછી ઈંગ્લેન્ડમાં 1000 વનડે રન બનાવનારી બીજી ભારતીય ક્રિકેટર બનીને ઈતિહાસ રચ્યો હતો. તેણે 20 રનનો આંકડો પાર કરીને આ સિદ્ધિ મેળવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement