હાર્દિક પંડ્યા IPLની પ્રથમ મેચ નહીં રમી શકે
IPL 2025ને હવે ગણતરીને દિવસો બાકી રહ્યા છે અને ટીમોએ પોતપોતાના કેમ્પમાં પહોંચીને તૈયારી શરૂૂ કરી દીધી છે. ત્યારે પહેલી જ મેચમાં ખઈં માટે મુશ્કેલી ઊભી થઈ છે. જસપ્રીત બુમરાહ હજુ ઈજાના કારણે કેટલીક મેચોમાંથી બહાર થઈ શકે છે. આ સમાચારથી મુંબઈ ઇન્ડિયન્સ ટીમ મેનેજમેન્ટ હજુ બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, ત્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે, કેપ્ટન હાર્દિક પંડ્યા પ્રતિબંધના કારણે આઈપીએલની પહેલી મેચ રમી શકશે નહીં.
આઈપીએલની પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે 23 માર્ચે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યા 2024માં મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હતો. આ દરમિયાન ટીમ પર 3 વાર સ્લો ઓવર રેટનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે પહેલીવાર કેપ્ટનને આ માટે 12 લાખ રૂૂપિયા દંડ ફટકારાયો હતો. બીજીવાર 24 અને અન્ય ખેલાડીઓ પર 12-12 લાખ રૂૂપિયાનો દંડ ફટકારાયો હતો. ત્રીજીવાર આ ભૂલ રિપીટ થતા કેપ્ટન 30 લાખ રૂૂપિયા દંડ અને એક મેચનો પ્રતિબંધ લાગે છે. અન્ય ખેલાડીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. હવે હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ લાગેલો છે. આ માટે તે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાનાર મેચની પહેલી મેચ રમી શકશે નહીં.