દરેક ફોર્મેટમાં અલગ કોચની વાતને હરભજનનું સમર્થન
10:58 AM Jul 29, 2025 IST
|
Bhumika
Advertisement
ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરની અસરકારકતા અંગેની ચિંતા વચ્ચે ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે ભારતીય ટીમના વર્કલોડને ઘટાડવા માટે અલગ કોચિંગને સમર્થન આપ્યું છે. ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ વન-ડે અને T20 મા ભારતે સારું પ્રદર્શન કર્યું છે, પણ ટેસ્ટ-ક્રિકેટમાં ધારેલી સફળતા નથી મળી હરભજન સિંહે કહ્યું હતું કે મને લાગે છે કે જો દરેક ફોર્મેટના અલગ કોચના વિચાર પર અમલ કરી શકાય તો એમાં કંઈ ખોટું નથી.
Advertisement
તમારી પાસે વિવિધ ફોર્મેટ માટે અલગ ટીમો અને અલગ પ્લેયર્સ છે. જો આપણે એ કરી શકીએ છીએ તો એ એક સારો વિકલ્પ છે. એ કોચ સહિત બધાનો વર્કલોડને ઘટાડશે, કારણ કે કોચને પણ સિરીઝની તૈયારી માટે સમયની જરૂૂર હોય છે. કોચ પાસે એક પરિવારની જવાબદારીઓ પણ હોય છે. પરિવાર સાથે સતત મુસાફરી કરવી સરળ નથી. રેડ બોલ અને વાઇટ બોલ કોચિંગને અલગ કરવું એ એક સારું પગલું હશે.
Next Article
Advertisement