16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના માનવરાજસિંહને ગોલ્ડ મેડલ
તાજેતરમાં કઝાકિસ્તાનમાં યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના માનવરાજસિંહે દમદાર પ્રદર્શન કર્યુ છે. આ ઇવેન્ટ દરમિયાન કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં યોજાઇ હતી, જેમાં માનવરાજ સિંહે ગોલ્ડની સાથે બ્રોન્ઝ મેડલ જીતીને દેશ અને ગુજરાતને ગૌરવ અપાવ્યુ હતુ. આ ઇવેન્ટ માટે ગુજરાતમાંથી એક માત્ર પુરુષ એથ્લેટ તરીકે માનવરાજસિંહ પસંદ થયા હતા.
તાજેતરમાં કઝાકિસ્તાનમાં યોજાયેલી 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના માનવરાજસિંહે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યુ છે. 16 થી 30 ઓગસ્ટ દરમિયાન કઝાકિસ્તાનના શ્યમકેન્ટ ખાતે 16 મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપ યોજાઇ હતી, જેમાં રાજેન્દ્રસિંહ ચુડાસમા, DIGP, SRPF ગૃપ 9, બરોડાના દીકરા માનવરાજ સિંહે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ અને કઝાકિસ્તાનમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. આ ટૂર્નામેન્ટમાં માનવરાજ સિંહે ટ્રેપ મેન યુથ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, અને ડબલ ટ્રેપ જૂનિયર મેન ઇન્ડિવિજુઅલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત ડબલ ટ્રેપ જૂનિયર ટીમ ઇવેન્ટમાં પણ તેમને ગોલ્ડ મેડલ સાથે શાનદાર જીત મેળવી હતી.