વેસ્ટ ઈન્ડિઝના તોફાની ઓલરાઉન્ડર પર ગુજરાત ટાઈટન્સે લગાવ્યો મોટો દાવ, કરોડો રૂપિયામાં રકમમાં ખરીદ્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહી છે. આજે એટલે કે છેલ્લા બીજા દિવસ (25મી નવેમ્બર)ની હરાજી પણ શરૂ થઈ ગઈ છે. બીજા દિવસે 132 ખેલાડીઓનું વેચાણ થશે. આને ખરીદવા માટે તમામ 10 ટીમોના પર્સમાં કુલ 173.55 કરોડ રૂપિયા બાકી છે.
ગુજરાત ટાઇટન્સે વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર શર્ફાન રધરફોર્ડને રૂ. 1.5 કરોડની મૂળ કિંમત રૂ. 2.60 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે મનીષ પાંડેને 75 લાખમાં ખરીદ્યો છે.
IPL 2025ની મેગા ઓક્શનમાં અનકેપ્ડ પ્લેયર અંશુલ કંબોજની લોટરી લાગી છે. 30 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા આ ખેલાડીને ચેન્નાઈ સુપર કિંગ્સે 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ઓક્શનના બીજા દિવસે કોણે કોને ખરીદ્યા?
ફાફ ડુ પ્લેસીસ- 2 કરોડ, દિલ્હી કેપિટલ્સ
રોવમેન પોવેલ- 1.5 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
સેમ કરન- 2.4 કરોડ, ચેન્નઈ સુપર કિંગ્સ
વોશિંગ્ટન સુંદર- 3.2 કરોડ, ગુજરાત ટાઈટન્સ
માર્કો યાન્સન- 7 કરોડ, પંજાબ કિંગ્સ
કૃણાલ પંડ્યા- 5.75 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
નીતિશ રાણા- 4.20 કરોડ, રાજસ્થાન રોયલ્સ
રાયમ રિકલ્ટન- 1 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ
જોશ ઇંગ્લિશ- 2. 6 કરોડ, પંજાબ કિંગ્સ
ભુવનેશ્વર કુમાર- 10.75 કરોડ - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
જેરાલ્ડ કોટયે- 2.4 કરોડ, ગુજરાત ટાઈટન્સ
તુષાર દેશપાંડે- 6.5 કરોડ, રાજસ્થાન રોયલ્સ
મુકેશ કુમાર- 8 કરોડ, દિલ્હી કેપિટલ્સ (RTM કાર્ડ)
દીપક ચહર- 9.25 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ
આકાશ દીપ- 8 કરોડ, લખનઉ સુપર જાયન્ટ્સ
લોકી ફર્ગ્યુસન- 2 કરોડ, પંજાબ કિંગ્સ
અલ્લાહ ગજનફર- 4.80 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ
શુભમ દુબે - 80 લાખ - રાજસ્થાન રોયલ્સ
શેખ રશીદ - 30 લાખ - ચેન્નઈ સુપર કિંગ્સ
હિંમત સિંહ - 30 લાખ - લખનઉ સુપર જાયન્ટ્સ
અંશુલ કંબોજ - 3.4 કરોડ - ચેન્નઈ સુપર કિંગ્સ
અરશદ ખાન - 1.3 કરોડ - ગુજરાત ટાઈટન્સ
દર્શન નાલકંડે - 30 લાખ - દિલ્હી કેપિટલ્સ
સ્વપ્નિલ સિંહ - 50 લાખ - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
ગુરનુર બ્રાર - 1.3 કરોડ - ગુજરાત ટાઈટન્સ
મુકેશ ચૌધરી - 30 લાખ - ચેન્નઈ સુપર કિંગ્સ
એમ સિદ્ધાર્થ - 75 લાખ - લખનઉ સુપર જાયન્ટ્સ
દિગવેશ સિંહ - 30 લાખ - લખનઉ સુપર જાયન્ટ્સ
મનીષ પાંડે - 75 લાખ - કોલકાતા નાઈટ રાઈડર્સ
શરફેન રધરફોર્ડ - 2.6 કરોડ - ગુજરાત ટાઈટન્સ
શાહબાઝ અહમદ - 2.4 કરોડ - લખનઉ સુપરજાયન્ટ્સ
પહેલા દિવસે 3 ખેલાડીઓ પર એટલા પૈસા વરસ્યા કે IPL ઈતિહાસના તમામ રેકોર્ડ તૂટી ગયા. આ ત્રણ ખેલાડીઓ છે વિકેટકીપર ઋષભ પંત, મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર અને ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર. પંતને લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ રૂ. 27 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ રીતે પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.