For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત ટાઇટન્સે કોલકાતાને ઘરઆંગણે 39 રને હરાવ્યું

10:46 AM Apr 22, 2025 IST | Bhumika
ગુજરાત ટાઇટન્સે કોલકાતાને ઘરઆંગણે 39 રને હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 39મી મેચમાં ગુજરાત ટાઇટન્સએ કોલકાતા નાઇટ રાઇડર્સને તેમના હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ ખાતે 39 રનથી કારમો પરાજય આપ્યો છે. આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું, જ્યારે બોલરોએ પણ અસરકારક બોલિંગ કરીને KKRના બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરી દીધું.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 198 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલે 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે સાઇ સુદર્શને પણ 52 રનનું યોગદાન આપ્યું હતું. સાઇ સુદર્શન આ ઇનિંગના આધારે ઓરેન્જ કેપ (સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર) ધારક બન્યો છે.

Advertisement

199 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 159 રન જ બનાવી શકી હતી અને 39 રનથી મેચ હારી ગઈ હતી. KKRના રનચેઝની શરૂૂઆત સારી રહી નહોતી. રહેમાનુલ્લા ગુરબાઝ, જે IPL 2025માં પોતાની પ્રથમ મેચ રમી રહ્યો હતો, તે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન અજિંક્ય રહાણે એક છેડેથી ટકી રહ્યો હતો, પરંતુ સુનિલ નારાયણ (17 રન) અને વેંકટેશ ઐયર (19 બોલમાં માત્ર 14 રન) જેવા ખેલાડીઓ સસ્તામાં આઉટ થયા અથવા ધીમી ગતિએ રન બનાવ્યા, જેનાથી ટીમ પર દબાણ આવ્યું.

એક તબક્કે KKRએ 2 વિકેટે 84 રન બનાવી લીધા હતા, પરંતુ ત્યારબાદ વિકેટ પડવાનો સિલસિલો શરૂૂ થયો અને તે અટક્યો નહીં. કોલકાતાએ માત્ર 35 રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન રહાણે પણ 50 રન બનાવી આઉટ થયો. રિંકુ સિંહ (17 રન) અને આન્દ્રે રસેલ (21 રન) ક્રિઝ પર આવ્યા ત્યાં સુધીમાં જરૂૂરી રન રેટ ઘણો ઊંચો થઈ ગયો હતો, અને તેઓ ટીમને જીત તરફ દોરી જવામાં નિષ્ફળ રહ્યા.

Advertisement

KKRના મિડલ ઓર્ડરનું ધીમું પ્રદર્શન ટીમને ભારે પડ્યું. ખાસ કરીને 23.75 કરોડ રૂૂપિયાના વેંકટેશ ઐયરનો લગભગ 73નો સ્ટ્રાઈક રેટ ટીમને મોંઘો સાબિત થયો. પાવર પ્લે બાદ કોલકાતા આગામી 10 ઓવરમાં માત્ર 74 રન જ બનાવી શકી હતી, જ્યારે 199ના મોટા લક્ષ્યાંકનો પીછો કરતી વખતે મધ્ય ઓવરોમાં આક્રમક બેટિંગની જરૂૂર હતી. 12 કરોડ રૂૂપિયામાં રિટેન કરાયેલો સુનીલ નારાયણ પણ માત્ર 17 રન બનાવી શક્યો અને બોલિંગમાં પણ કોઈ પ્રભાવ પાડી શક્યો નહીં. મોઈન અલીનો બેટિંગ ઓર્ડર પણ KKRના ટીમ કોમ્બિનેશનમાં ગડબડ દર્શાવે છે.

આમ, શુભમન ગિલના શાનદાર 90 રન અને બોલરોની અસરકારક બોલિંગના કારણે ગુજરાત ટાઇટન્સ કોલકાતાને તેના જ ઘરમાં હરાવીને 39 રનથી જીત મેળવવામાં સફળ રહ્યું. KKR માટે આ હાર તેમના મોંઘા ખેલાડીઓના નિષ્ફળ પ્રદર્શન અને ખરાબ રનચેઝનું પરિણામ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement