For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત જાયન્ટસે WPL-2025 માટે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કર્યુ

10:54 AM Feb 07, 2025 IST | Bhumika
ગુજરાત જાયન્ટસે wpl 2025 માટે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કર્યુ

આગામી તા.14થી શરૂ થશે વિમેન્સ પ્રીમિયર લીગ

Advertisement

અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ ટીમે અમદાવાદ ખાતે તેમની ઠઙક 2025 માટે જર્સીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય કોચ માઈકલ ક્લિંગર, ખેલાડીઓ હરલીન દેઓલ અને શબનમ શકીલ અને અદાણી સ્પોર્ટ્સલાઈનના ઈઇઘ સંજય આદેસરા ઉપસ્થિત રહ્યા હતા.ઠઙક 2025 આગામી 14 ફેબ્રુઆરીથી શરૂૂ થવાની છે અને વડોદરા, બેંગલુરુ, લખનૌ અને મુંબઈ સહિત અનેક સ્થળોએ રમાશે.
હેડ કોચ માઈકલ ક્લિંગ રે આ સિઝનમાં તેમની ટીમ માટે મહત્વાકાંક્ષાઓ રજૂ કરી હતી અને આ વર્ષે અંતિમ ઇનામ જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. ટીમની તૈયારીઓ અંગે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે,બધા ખેલાડીઓ ખરેખર ઉત્સાહિત છે. વિદેશી ખેલાડીઓ આગામી એક કે બે દિવસમાં આવવાનું શરૂૂ કરશે.

ઈજાને કારણે પાછલી સીઝન ગુમાવનાર ભારતની ઓલરાઉન્ડર હરલીન દેઓલે પણ ટીમ સાથે પાછા ફરવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ભારતીય ટીમ સાથે સતત બીજા ઞ19 વર્લ્ડ કપ વિજય પછી શબનમ શકીલે જણાવ્યું હતું કે, ઠઙકમાં ગુજરાત જાયન્ટ્સનો ભાગ બનવાથી તેણીને એક ખેલાડી તરીકે વિકાસ કરવામાં ખુબજ મદદ મળી છે. તેણીએ કહ્યું હતું કે, અનુભવી ખેલાડીઓ અને વિદેશી ખેલાડીઓના સંપર્કમાં આવવાથી ઘણું શીખવા મળ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement