For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હૈદરાબાદને 38 રને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં નંબર ટુ

10:43 AM May 03, 2025 IST | Bhumika
હૈદરાબાદને 38 રને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં નંબર ટુ

અભિષેક શર્માની વિસ્ફોટક 74 રનની ઈનિંગ કામ ન આવી, બટલર-શુભમને ફીફટી ફટકારી

Advertisement

IPL 2025ના 51મા મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટકરાયા હતા. IPL માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધી 5 મેચ રમાઈ છે. આ દરમિયાન ગુજરાતની ટીમે 3 મેચ જીતી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL ) 2025 ના મેચ નંબર-51 માં, ગુજરાત ટાઇટન્સ (GT) એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 38 રનથી હરાવ્યું. શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 225 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેનો તેઓ સફળતાપૂર્વક પીછો કરી શક્યા નહીં અને હૈદરાબાદની હાર થઇ હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂૂઆત સારી રહી. ઇમ્પેક્ટ સબ ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ મળીને 27 બોલમાં 49 રનની ભાગીદારી કરી. પ્રખ્યાત કૃષ્ણાએ હેડને આઉટ કરીને આ ભાગીદારીનો અંત લાવ્યો. હેડે 16 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 20 રન બનાવ્યા. આ મેચમાં ઇશાન કિશન કંઈ ખાસ કરી શક્યો નહીં અને 13 રન બનાવીને ગેરાલ્ડ કોટ્ઝીના બોલ પર આઉટ થયો. ગુજરાત ટાઇટન્સ માટે આ ફાસ્ટ બોલર કોટ્ઝીની ડેબ્યૂ મેચ હતી.

Advertisement

અહીંથી, અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેન પર ઝડપથી રન બનાવવાની જવાબદારી હતી. અભિષેક લયમાં હોય તેવું લાગતું હતું અને તેણે 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી, પરંતુ તે નિર્ણાયક ક્ષણે આઉટ થયો. અનુભવી બોલર ઇશાંત શર્મા દ્વારા અભિષેકને આઉટ કરવામાં આવ્યો. અભિષેકે 41 બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 74 રન બનાવ્યા. અભિષેક અને ક્લાસેન વચ્ચે ત્રીજી વિકેટ માટે 57 રનની ભાગીદારી થઈ.
ગુજરાત ટાઇટન્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી અને છ વિકેટે 224 રન બનાવ્યા.

ગુજરાત ટાઇટન્સે શાનદાર શરૂૂઆત કરી. કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને પાવરપ્લેમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોને મુશ્કેલીમાં મુક્યા. બંનેએ 41 બોલમાં 89 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી. સ્પિનર ઝીશાન અંસારીએ સાઈ સુદર્શનને આઉટ કરીને આ ભાગીદારી તોડી. સુદર્શને 23 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા. શુભમન ગિલ સદી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ તે કમનસીબે હર્ષલ પટેલના થ્રો પર રન આઉટ થયો. શુભમને 38 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા. શુભમન અને જોસ બટલર વચ્ચે બીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી થઈ. શુભમનના આઉટ થયા પછી, બટલરે વોશિંગ્ટન સુંદર સાથે કમાન સંભાળી અને માત્ર 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.

જોસ બટલર 61 રન બનાવ્યા બાદ પેટ કમિન્સના બોલ પર અભિષેક શર્મા દ્વારા કેચ થયો. બટલરે 37 બોલની ઇનિંગમાં ચાર સિક્સર અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા. બટલર અને વોશિંગ્ટન સુંદર વચ્ચે ત્રીજી વિકેટ માટે 57 રનની ભાગીદારી થઈ. ગુજરાતે છેલ્લી ઓવરમાં વોશિંગ્ટન સુંદર (21), રાહુલ તેવતિયા (6) અને રાશિદ ખાન (0) ની વિકેટ ગુમાવી દીધી. ગુજરાતની ઇનિંગની છેલ્લી ઓવર ઝડપી બોલર જયદેવ ઉનડકટે ફેંકી હતી.

શુભમન ગિલની થર્ડ અમ્પાયર સાથે બબાલ!
શુભમન ગિલે મેચમાં સારી બેટિંગ કરી અને આખા મેદાન પર સ્ટ્રોક માર્યા. તેમના કારણે જ ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકી. તેણે હૈદરાબાદ સામેની મેચમાં 38 બોલમાં 76 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ઝીશાન અંસારીએ ઇનિંગની 13મી ઓવર ફેંકી. જોસ બટલરે આ ઓવરનો છેલ્લો બોલ રમ્યો અને તેને લેગ સાઈડ પર રમ્યો અને તરત જ રન માટે દોડ્યો. આ પછી, શુભમન ગિલ પણ તૈયાર હતો અને તેણે નોન-સ્ટ્રાઈકર એન્ડથી પણ દોડ લગાવી.

આ પછી, ગિલ ક્રીઝ સુધી પહોંચવાથી થોડો દૂર હતો. પછી જ્યારે ફિલ્ડર હર્ષલ પટેલે ઉતાવળમાં બોલ વિકેટકીપર હેનરિક ક્લાસેન તરફ ફેંક્યો, ત્યારે બોલને બદલે વિકેટકીપરનો ગ્લોવ સ્ટમ્પ પર વાગ્યો અને લાઈટ ચાલુ થઈ ગઈ. આ પછી બોલ સ્ટમ્પ પર પણ વાગ્યો, પરંતુ ત્યાં સુધીમાં ગિલ ક્રીઝ સુધી પહોંચ્યો ન હતો. આવી સ્થિતિમાં, એ વાતની પુષ્ટિ થઈ શકતી નથી કે બોલ પહેલા સ્ટમ્પ પર વાગ્યો કે હેનરિક ક્લાસેનના ગ્લોવ પર. જો આવું હોત તો અમ્પાયરે બેટ્સમેનને શંકાનો લાભ આપવો જોઈતો હતો, પરંતુ આવું થયું નહીં. ત્રીજા અમ્પાયરે ગિલને આઉટ આપ્યો.

નિયમો અનુસાર, જો વિકેટકીપરના ગ્લોવથી સ્ટમ્પ લાઈટ પ્રગટાવવામાં આવી હોત, તો બેટ્સમેનને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો હોત. અમ્પાયર દ્વારા આઉટ આપવામાં આવ્યા બાદ, શુભમન ગિલ ખૂબ જ નિરાશ દેખાતો હતો અને પેવેલિયન પાછો ફર્યો, જ્યારે તે પાછો ફરી રહ્યો હતો, ત્યારે તે ત્રીજા અમ્પાયરને મળ્યો. અહીં ગિલનો ત્રીજા અમ્પાયર સાથે ઉગ્ર દલીલ થયો હતો. જાણે તે કહેવા માંગતો હોય કે તે આઉટ નથી. આ સમય દરમિયાન તે ખૂબ જ ગુસ્સામાં દેખાતો હતો. હવે આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement