For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એશિયા કપ પહેલાં સારા સમાચાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફિટ

10:53 AM Aug 11, 2025 IST | Bhumika
એશિયા કપ પહેલાં સારા સમાચાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફિટ

સપ્ટેમ્બરમાં રમાનાર છે એશિયા કપ

Advertisement

ભારતીય ટીમ સપ્ટેમ્બર મહિનામાં તેની આગામી શ્રેણી રમવાની છે જ્યારે એશિયા કપ યુએઈમાં રમાશે. ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ પહેલા પોતાની ફિટનેસ વિશે એક મોટી અપડેટ આપી છે, જેમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર નેટ પ્રેક્ટિસ કરતો પોતાનો વીડિયો પોસ્ટ કર્યો છે IPL 2025 સીઝનના અંત પછી, સૂર્યકુમાર યાદવે ઇંગ્લેન્ડમાં હર્નિયાનુ ઓપરેશન કરાવ્યું હતું, જેનાથી તે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યો હતો તે પછી, સૂર્યા સંપૂર્ણ ફિટનેસ મેળવવા માટે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં પોતાનો સમય વિતાવી રહ્યો હતો.

સૂર્યકુમાર યાદવે પેટના નીચેના જમણા ભાગમાં હર્નિયા સર્જરી કરાવી હતી. ત્યારથી એશિયા કપ પહેલા બધાની નજર તેની ફિટનેસ પર હતી. સૂર્યકુમાર યાદવે હવે પોતાની પોસ્ટ દ્વારા ચાહકોને સારા સમાચાર આપ્યા છે, જેમાં તે લગભગ સંપૂર્ણપણે ફિટ દેખાઈ રહ્યો છે. સૂર્યકુમાર યાદવે પોસ્ટ કરેલા વીડિયોમાં, તેમણે કેપ્શનમાં લખ્યું છે ભારતીય ટીમ માટે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સૂર્યકુમાર યાદવ એશિયા કપ પહેલા સંપૂર્ણપણે ફિટ થાય કારણ કે આ ટુર્નામેન્ટ દ્વારા, ટીમ ઈન્ડિયા આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ 2026 માટે પણ તેની તૈયારીઓ શરૂૂ કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement