ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોલ્ડન બોય નીરજ ચોપડાને સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો

10:47 AM May 15, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડાને ભારતીય સેનામાં મોટી જવાબદારી મળી છે. નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે. નીરજ ચોપડા વિશ્વના શ્રેષ્ઠ ભાલા ફેંકનારાઓમાંના એક છે. નીરજે ટોક્યો ઓલિમ્પિક 2021માં ભારત માટે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે તેમને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપવામાં આવ્યો છે.

નીરજ ચોપડાનો સમાવેશ ભારતના ટેરિટોરિયલ આર્મી રેગ્યુલેશન્સ, 1948 ના પેરા-31 હેઠળ કરવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપ્યો છે. આ પહેલા નીરજ રાજપૂતાના રાઈફલ્સમાં સુબેદાર તરીકે પોસ્ટેડ હતા. નીરજ 2016 માં નાયબ સુબેદાર તરીકે ભારતીય સેનામાં જોડાયા. નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. તે દેશ માટે વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ બન્યો. પેરિસ ઓલિમ્પિક 2024 માં ભારત માટે સિલ્વર મેડલ પણ લઈને આવ્યો. નીરજે વર્ષ 2025 માં પ્રોફેશનલ ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યા. નીરજ પહેલા ઘણા ખેલાડીઓ ટેરિટોરિયલ આર્મીનો ભાગ છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ટેરિટોરિયલ આર્મીમાં છે.

Tags :
Golden Boy Neeraj Chopraindiaindia newsLieutenant ColonelSportssports news
Advertisement
Advertisement